Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણનું સ્તર સુધારવા અને ડ્રોપ આઉટ રેસિયો ઘટાડવા અનુરોધઃ
જામનગર તા. ૭ઃ હડિયાણામાં નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે કર્યું હતું. આ પ્રસંગે સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને ડ્રોપ આઉટ રેસીયો ઘટે તે માટે સરકારના શિક્ષા અભિયાનમાં સહભાગી થવા ગ્રામજનોને તેઓએ આહવન કર્યું હતું.
જામનગર તાલુકાના સચાણા ગામે મલ્ટી કોમોડિટી એકસચેન્જ ઓફ ઈન્ડિયા લી. મુંબઈ તથા પ્રોજેકટ લાઈફના સહયોગથી નિર્માણ પામેલ નવીન પ્રાથમિક શાળાના ભવનનુંં રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, એમ.સી. એકસ તથા લાઈફ સંસ્થા દ્વારા જરૃરિયાતમંદ વિસ્તારમાં શાળાનું નિર્માણ કરાયું તે ખૂબ પ્રશંસનીય બાબત છે. કોઈપણ સમાજ માટે સર્વાંગી વિકાસનો પ્રથમ પાયો શિક્ષણ છે સમાજમાં શિક્ષણનું સ્તર ઉંચુ આવે અને ડ્રોપ આઉટ રેસીયો ઝીરો થાય તે માટે સરકાર પણ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, નવા વર્ગખંડો, નવી શાળાઓ, પૂરતા પ્રમાણમાં શિક્ષકોની ભરતી સહિતના અનેક પગલાઓ લઈ રહી છે ત્યારે આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે ગ્રામજનો પણ સરકારના આ શિક્ષા અભિયાનમાં સહભાગી થઈ બાળકોને શિક્ષિત બનાવે તે જરૃરી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતુું કે સતાણા શીપ બ્રેકિંગ યાર્ડ વિકસિત થાય તે માટે હાલ આયોજન થઈ રહ્યા છે. જેનાથી ગામ લોકોને રોજગારી મળવાની સાથે વિકાસના નવા દ્વાર પણ ખુલશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર ગ્રામીણ ક્ષેત્રના પ્રશ્નોના ઉકેલ માટે કટિબદ્ધ છે. મંત્રીશ્રીએ આ તકે શાળાના નિર્માણમાં સહભાગી થવા બદલ એમસીએકસના સીઈઓ, પી.એસ. રેડ્ડી તથા પ્રોજેકટ લાઈફના ફાઉન્ડર કિરીટભાઈ વસાનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યકત કર્યો હતો.
આ પ્રસંગે એમ.સી. એકસના સીઈઓ પી.એસ. રેડ્ડી, પ્રોજેકટ લાઈફના ફાઉન્ડર કિરીટભાઈ વસા, જિલ્લા પંચાયતના સભ્ય નંદલાલભાઈ, તાલુકા પંચાયતના સભ્ય મહમદભાઈ, શીખ બ્રેકીંગ એસો. ના પ્રમુખ ફિરોજભાઈ બ્લોચ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, પી.એન. પાલા, પંજાબ નેશનલ બેંકના સર્કલ હેડ આલોક કપૂર, એમ.સી. એકસના પ્રતીક આયરે , આગેવાનો સર્વ હાજી મહંમદ સિદ્દીક, અબ્દુલ કાદર કકકલ, ઈમ્તિયાઝ બ્લોચ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સચાણા ગામમાં અદ્યતન શાળાની ભેટ આપવા બદલ મંત્રી સહિતના મહાનુભાવોનું અદકેરૃ સન્માન કરી સ્વાગત કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial