Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડના રાણપરમાં ડેરીમાં કરાઈ તોડ-ફોડઃ
ખંભાળિયા તા.૦૭ઃ ખંભાળિયાના કંચનપુર ગામના તલાટી કમ મંત્રી મહિલા કર્મચારીની ફરજમાં કંચનપુરના મહિલા સરપંચ સહિતના આઠ વ્યક્તિએ રૃકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ થઈ છે. જ્યારે ભાણવડના રાણપરમાં અગાઉના મનદુઃખના કારણે એક ડેરીમાં ઘૂસી તોડ-ફોડ કરાઈ હતી અને ઓખામાં ત્રણ શખ્સે એક યુવાનને લમધારી નાંખ્યો હતો.
ખંભાળિયા તાલુકાના કંચન૫ુર ગામના મહિલા સરપંચ અમીનાબેન તથા તેમની સાથે આવેલા આઠ વ્યક્તિઓએ કંચનપુરમાં જ તલાટી કમ મંત્રીની ફરજ બજાવતા મહિલા અધિકારીની ફરજમાં રૃકાવટ કરી હોવાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. પોલીસે અમીનાબેન સહિતના વ્યક્તિઓ સાથે ગુન્હો નોંધ્યો છે.
ભાણવડ તાલુકાના નારણપર ગામની સીમમાં રહેતા રામાભાઈ કશુભાઈ ઓડેદરા તથા સામત ભુરાભાઈ રાણાવાયા વચ્ચે જમીનના રસ્તા બાબતે મનદુઃખ ઊભું થયું હતું તે પછી એકાદ મહિના પહેલા રામાભાઈની ડેરીમાં ચોરી થઈ હતી. જેમાં શકદાર તરીકે રામાભાઈએ પોલીસમાં સામતભાઈનું નામ આપ્યું હતું.
આ મુદ્દે વિવાદ વકર્યા પછી ગઈ તા. ૩ ની રાત્રે રામાભાઈની ડેરીએ ધસી આવેલા સામત ભુરાભાઈએ ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ગાળો ભાંડ્યા પછી તોડફોડ કરી હતી. આ શખ્સે કોમ્પ્યુટરનું પ્રિન્ટર-સીપીયુ-મોનિટર તોડી નાંખવા ઉપરાંત વજનકાંટો, બે મશીન, તોડ્યા હતા અને ડેરીમાં પડેેલી કપાસિયાની ગુણી સળગાવી હતી. જેના કારણે રૃા. ૭૪૧૦૦ નું નુકસાન થયું હતું. રામાભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.
ઓખાના મારૃતિનગરમાં રહેતા જીતેશભા, સિદીયાભા અને એક અજાણ્યા શખ્સે મંગળવારે સવારે અયુબ હનીફભાઈ સંઘાર નામના યુવાનને રોકી ગાળો ભાંડ્યા પછી સિદીયાભા એ હાથમાં પહેરેલા કડા વડે અયુબના ભાઈ પર હુમલો કરી ધમકી આપ્યાની ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial