Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા.૦૭ઃ જામનગરના એક આસામીએ પોતાના મિત્ર પાસેથી રૃા. ૫૫૦૦૦ હાથ ઉછીના મેળવી આપેલો ચેક બેંકમાંથી પરત ફરતા અદાલતમાં ચેક પરતની ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને છ મહિનાની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યો છે.
જામનગરના હાર્દિક રાજેશભાઈ ઝીલ્કાએ આર્થિક જરૃરિયાત ઊભી થતાં પોતાના મિત્ર આશિષ જેન્તિલાલ મકવાણા પાસેથી રૃા. ૫૫૦૦૦/- હાથ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી સહી ફરકના શેરા સાથે પરત ફરતાં આશિષભાઈએ નોટીસ પાઠવી હતી. તેમ છતાં હાર્દિક રાજેશભાઈએ બાકી રકમ નહીં ચૂકવતા તેની સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી હાર્દિક રાજેશભાઈને તકસીરવાન ધરાવી છ મહિનાની કેદની સજા અને રૃા. ૫૫૦૦૦/- નો દંડ ફટકાર્યો છે. સજાના હુકમ સમયે આરોપી હાજર ન હોવાથી તેની સામે વોરંટ કાઢવાનો હુકમ થયો છે. ફરિયાદી તરફથી વકીલ નીતલ ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી. એમ. જોષી, અલ્ફાઝ મુન્દ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial