Advertisement
Author: નોબત સમાચાર

કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષના આજે તેમના વતનમાં થશે અંતિમ સંસ્કાર

શૂટરોએ ગોળી મારી હત્યા નિપજાવી હતીઃ

જયપુર તા. ૭ઃ કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગાંગા મેડીની તેમના ઘરમાં જ ગોળી મારી હત્યા નિપજાવાઈ હતી. આજે તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. હાલ તેનો નશ્વર દેહ અંતિમ દર્શન માટે રાજસ્થાનના જયપુરમાં રાજપૂત ભવનમાં લાવવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડીનો નશ્વર દેહ જયપુરની શ્રી ભવાની નિકેતન સ્કૂલ એન્ડ કોલેજમાં અંતિમ દર્શન માટે લવાયો હતો જ્યાં બહોળી સંખ્યામાં લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા હતાં.

બપોરે બે વાગ્યા પછી તેમના નશ્વર દેહને વતનમાં લઈ જવાશે અને તેમની અંતિમ યાત્રા ચૌમુ, રિંગાલ, સીકર, લક્ષ્મણગઢ, ફતેહપુર, ચુર, તારાનગર, સાધ્યા, ભદ્ર થઈને ગોગા મેડી પહોંચશે.

તેમની હત્યાનું કનેક્શન ઉદયપુરમાં જોવા મળી રહ્યું છે. ફૂટેજના આધારે બે શૂટરોના નામ સામે આવ્યા છે. તેમાંથી એકની ઉદયપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આ હત્યા કેસમાં તેમના પત્ની શીલા જીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં આશ્ચર્યજનક બાબત એવી છે કે, ફરિયાદમાં અશોક ગેહલોત અને રાજસ્થાનના ડીજીપીનો પણ ઉલ્લેખ છે. સુખદેવસિંહ છેલ્લા બે વર્ષથી અશોક ગેહલોતની સરકાર સમક્ષ સુરક્ષાની માંગણી કરતા હતાં, પરંતુ તેમને સુરક્ષા આપવામાં આવી ન હતી. આખરે તેની હત્યા નિપજાવાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh