Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકપ્રશ્નો ઉકેલ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ

આગામી તા. ર૮ ડિસેમ્બરે ખંભાળિયામાં

ખંભાળિયા તા. ૭ઃ લોકોના પ્રશ્નો, ફરિયાદો, રજૂઆતનો અસરકારક અને ન્યાયિક રીતે સ્થાનિક કક્ષાએ હલ થઈ શકે તે હેતુથી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને તા. ર૮-૧ર-ર૦ર૩ ના સવારના ૧૧ કલાકે કલેક્ટર કચેરી, દેવભૂમિ દ્વારકા, મૂ. ખંભાળિયામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવશે. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતા પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લ્ કક્ષાએ અરજી કરેલી હોવી જોઈએ જે અનિર્ણિત હોય, અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર-પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. આ કાર્યક્રમમાં અરજદાર જાતે આધાર-પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઈ રજૂઆત કરી શકશે. સામૂહિક રજૂઆત કરી નહીં શકાય. અરજદાર અત્રેની કચેરીમાં તા. ૧૦-૧ર-ર૦ર૩ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે તેમ નિવાસી અધિક કલેક્ટર, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh