Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુનેસ્કો દ્વારા કલ્ચર હેરીટેજ જાહેરઃ
ગુજરાતના ગરબાને હવે આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે. ગઈકાલે યુનેસ્કો દ્વારા અમુર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં ગુજરાતના ગરબાનો સમાવેશ થયો હતો. આ કાર્યક્રમનું જામનગરમાં લાઈવ પ્રસારણ સાથે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. ગુજરાતની આગવી ઓળખ સમા ગરબાને યુનેસ્કો દ્વારા ગરબાને વર્લ્ડ હેરીટેઝ એટલે કે ઈન્ટેન્જીયલ કલ્ચર હેરીટેઈજ જાહેર કરવામાં આવ્યુ છે. આમ ગુજરાતના ગરબા યુનેસ્કોની યાદીમાં સ્થાન મળતા રાજ્યભરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે સાંજે આ વિધિવત જાહેરાત કરાઈ હતી. જામનગરમાં પણ ધન્વન્તરિ ઓડીટોરિયમમાં આ અંગેનો લાઈવ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત ગરબાની રમઝટ પણ બોલાવાઈ હતી. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેષ કગથરા, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, અન્ય અધિકારીઓ, કોર્પોરેટરો, આગેવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial