Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને ખેતર ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવા માટે સહાય

ખેડૂતો ૧૦ ડિસેમ્બરથી આઈ ખેડૂત પોર્ટલમાં અરજી કરી શકશેઃ

ખંભાળિયા તા. ૭ઃ ખેડૂતોના ઊભા પાકને રક્ષણ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખેતરની ફરતે કાંટાળા તારનું ફેન્સીંગ કરવામાં સહાય આપવાની યોજના અમલમાં છે. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં ઓછા ર હેક્ટર વિસ્તાર માટે નવી તારની વાડ બનાવવા રનીંગ મીટર દીઠ રૃા. ર૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના પ૦ ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ સહાય મેળવવા માટે ખેડૂતોએ આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે. રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે અરજી સ્વીકારવામાં આવશે.

રાજકોટ ઝોનના રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાના ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ તા. ૧૦ ડિસેમ્બરથી પછીના ૩૦ દિવસ સુધી ખુલ્લુ મૂકવામાં આવશે.

કલસ્ટર માટે ખેડૂતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત અને ખેડૂત જુથ દ્વારા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કર્યા પછી દિન-૧૦ મા ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે જરૃરી તમામ સાધનિક પુરાવા જેવા ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેંધરી પત્રક, ૭/૧ર, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, બેંક પાસબુકની નકલ/રદ્ કરેલ ચેક, આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કશનવાળો નક્શો જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાની રહેશે. ત્યારપછી સ્થળ ચકાસણી કરવામાં આવશે અને તેના પછી જ સહાય માટે પૂર્વ મંજુરી આપવામાં આવશે.

પૂર્વ મંજુરી મેળવી હોય તેવા ખેડૂતો અને ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઈન અને સ્પેસીફિકેશન ઠરાવની શરતો મુજબ બીલ અને અન્ય જરૃરી દસ્તાવેજો સહિત ક્લેમ જમા કરવાનો રહેશે. ત્યારપછી કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી પછી સહાયની રકમ બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જ જમીન પર ફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે. જેની તમામ ખેડૂતોને કાળજી લેવા યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh