Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોરમના હુકમ પછી પણ ન ચૂકવાયું વળતરઃ
જામનગર તા. ૭ઃ જામનગરના એક આસામીએ એમેઝોન કંપની અને તેના જામનગરના ડીલર સામે ખામીયુક્ત સેવા આપવા બદલ ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. ફોરમે વળતર ચૂકવવા હુકમ કરવા છતાં વળતર નિયત સમયમર્યાદામાં ન ચૂકવાતા અદાલતમાં દરખાસ્ત કરવામાં આવી છે. અદાલતે કંપનીના જામનગરના ડીલરને પકડી તેને હાજર કરવાનો પોલીસને હુકમ કર્યો છે.
જામનગરના તેજુભા એમ. જાડેજા નામના આસામીએ એમેઝોન કંપની અને તેના જામનગરના ડીલર સામે ખામીયુક્ત સેવા આપવા બદલ ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે અરજદારને વળતર ચુકવવા એમેઝોન કંપનીને હુકમ કર્યો હતો.
તે હુકમ પછી પણ એમેઝોન કંપની દ્વારા વળતર ચુકવવામાં ન આવતા તેજુભાએ જામનગરની કોર્ટમાં ઉપરોક્ત હુકમના પાલન માટે કંપની સામે દરખાસ્ત કરવામાં આવી છે. તે દરખાસ્ત અન્વયે અદાલતે કંપનીના જામનગરના ડીલરની ધરપકડ કરી તેને અદાલતમાં રજૂ કરવા પોલીસને હુકમ કર્યો છે. ફરિયાદી તરફથી વકીલ કે.એસ. ઠાકર રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial