Advertisement
Author: નોબત સમાચાર

સલાયાના વિપ્ર યુવાન જામનગર જવાનું કહીને નીકળ્યા પછી લાપતા

તેમના પત્નીએ પોલીસને કરી જાણઃ

જામનગર તા. ૭ઃ સલાયામાં રહેતા અને કસ્ટમ એજન્ટ તરીકે કામ કરતા એક વિપ્ર યુવાન ગયા ગુરૃવારે જામનગર કામસર જવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ જતા તેમના પત્નીએ પોલીસને જાણ કરી છે. પોલીસે આ યુવાનનો ફોટો, વર્ણન મેળવી તપાસ હાથ ધરી છે.

ખંભાળીયા તાલુકાના સલાયામાં પોસ્ટ ઓફિસવાળી શેરીમાં રહેતા વિશાલભાઈ નવિનચંદ્ર કિરતસાતા નામના ૩૬ વર્ષના વિપ્ર યુવાન ગઈ તા. ૩૦ની સવારે દસેક વાગ્યે જામનગર કામસર જવાનું કહીને નીકળ્યા પછી ગઈકાલ સુધી પરત નહીં ફરતા તેમના પત્ની બિનલબેને પોલીસને જાણ કરી છે.

કસ્ટમ એજન્ટ તરીકે કામ કરતા વિશાલભાઈ પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ, ઘઉંવર્ણો વાન ધરાવે છે. છેલ્લે તેઓએ ક્રીમ રંગનું પેન્ટ અને બ્લુ રંગનો શર્ટ પહેરેલો હતો. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સલાયા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh