Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયા નગરપાલિકા દ્વારા ફરીથી વધુ એક વખત ઢોર માલિકોને તાકીદ

રખડતા ઢોરની સમસ્યા અંગે

ખંભાળિયા તા. ૭ઃ ખંભાળિયા નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા અંગે થોડા થોડા દિવસે ઢોરમાલિકોની સામે કડક કાર્યવાહીની સૂચના જાહેર કરવામાં આવે છે. તે રીતે ફરીથી વધુ એક વખત આ પ્રકારની કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે.

ખંભાળિયા શહેરના તમામ ઢોરમાલિકોને જાણ કરવામાં આવે છે કે, ખંભાળિયા શહેરના જાહેર રોડ-રસ્તા પર ખાનગી માલિકોના ઢોર પકડાશે તો અથવા તો આવા પશુઓના કારણે રાહદારીઓ/નાગરિકોને જાનમાલને નુક્સાન થશે તો તેવા કિસ્સામાં જે તે ઢોરમાલિક સામે દંડકીય કાર્યવાહી તેમજ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે, જેની દરેક ઢોરમાલિકોએ નોંધ લેવી. આ ઉપરાંત જાહેર રસ્તા પર/ફૂટપાથ પર કોઈ પણ ઈસમોએ ઘાસચારાનું વેંચાણ કરવું નહીં. જો આવી રીત જાહેર રસ્તા પર/ફૂટપાથ પર ગેરકાયદેસર રીતે કોઈ ઈસમ ઘાસચારાનું વેંચાણ કરતા માલુમ પડશે તો નગરપાલિકા દ્વારા આવા ઈસમો સામે કાયદેસર કાર્યવાહી કરવાની ફરજ પડશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh