Advertisement
Author: નોબત સમાચાર

ચોરાઉ કોપર તથા પીકઅપ વાન સાથે એક ઝબ્બે

જીવાપરમાં ખેતર સ્થિત ગોડાઉનમાં કોપર ચોરીનો ભેદ ઉકેલાયો

જામનગર તા. ૭ઃ જામનગરના જીવાપર ગામમાં આવેલ એક ખેતર સ્થિત ગોડાઉનમાંથી બે સપ્તાહ પૂર્વે ૩પ૦ કિલો કોપરની ચોરી થઈ હતી. તેની સિક્કા પોલીસે હાથ ધરેલી તપાસમાં જામનગરનો એક શખ્સ ચોરાઉ કોપર તથા ચોરીમાં વાપરેલા પીકઅપ વાન સાથે ઝડપાઈ ગયો છે. પોલીસે ૩ર૯ કિલો કોપર અને વાહન કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે.

જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર આવેલા આમરા ગામ નજીકના જીવાપર ગામમાં અલ્તાફભાઈ જુમાભાઈ પટાણી નામના ખેડૂતે પોતાના ખેતરમાં બનાવેલી ઓરડીમાં કોપર રાખ્યું હતું. તે ઓરડીના દરવાજાને ગઈ તા. ૧૭ ની રાત્રિથી તા. ર૦ ની સવાર સુધીમાં કોઈ તસ્કરે ખોલી નાખી તેમાંથી રૃા. ૮૭પ૦૦ ની કિંમતના ૩પ૦ કિલો કોપરની ચોરી કર્યાની સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

આ ગુન્હાની તપાસ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ આર. ડી. રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.વી. સરવૈયા તથા સ્ટાફે શરૃ કરી હતી. જેમાં સ્ટાફના જિતેન્દ્રસિંહ અર્જુનસિંહ, રઘુવીરસિંહને બાતમી મળી હતી. તે બાતમીના આધારે પોલીસે જામનગરના ગુલાબનગર નજીકના આદિત્યપાર્કની શેરી નં. ૩માં રહેતા રિઝવાન હનીફભાઈ ખીરા નામના શખ્સની અટકાયત કરી પૂછપરછ કરતા આ શખ્સે ઉપરોકત ચોરીની કબૂલાત આપી ૩ર૯ કિલો કોપર તથા ચોરીમાં વાપરવામાં આવેલું જીજે-૧૩એ ડબ્લ્યુ ૪૯ર૬ નંબરનું પીકઅપવાન કાઢી આપ્યું છે. પોલીસે તે વાહન તથા કોપરનો જથ્થો મળી કુલ રૃા. ૩૮રપ૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh