Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળીયામાં પ્રાચીન નાકા દરવાજા હોય અગાઉ પાલિકાના પદાધિકારીઓ દ્વારા રાજ્ય મંત્રીશ્રી મૂળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમને રજુઆતો કરતા રાજ્ય સરકારે ૩.૪૯ કરોડ મંજુર કરેલા જેનું કામ એજન્સીને અપાતા ગઈકાલથી એજન્સી દ્વારા નાકાઓનો સર્વે તથા નડતરરૃપ દબાણો વાળાને સૂચનાઓ આપી છે.
૩.૪૯ કરોડમાં ખંભાળીયામાં પોરગેઈટ, સલાયા ગેઈટ તથા દ્વારકા ગેઈટ તથા જે હયાત અને કબ્જામાંથી તેવી કેટલીક ગઢની રાંગ તથા ખામનાથ પાસે નવડેરીના રીનોવેશનનો સમાવેશ થયો છે.
તાજેતરમાં જામનગરમાં ખંભાળીયા ગેઈટ તથા લાખોટા કોઠાનું કામ કરનાર અક્ષરશીલ્પને આ કામ આપવામાં આવ્યું છે.
હાલના દરવાજાનો ઐતિહાસિક દેખાવને જાળવી રાખીને તેની બન્ને તરફ સરકારી જમીન હશે ત્યાં ૬૦-૬૦ મીટર સુધી ખુલ્લુ કરીને ગેઈટને રજવાડી લુક, લાઈટીંગ સાથે જુના સમયની છત વિ. કરવામાં આવશે. હાલ કોઈની માલિકીની જગ્યા પર બાંધકામ નહીં થાય પણ સરકારી જમીન પર દબાણ હશે તે ખાલી કરવામાં આવશે તેમ પાલિકા ઈજનેર એન.આર. નંદાણીયાએ જણાવ્યું હતું.
પાલિકા વિસ્તારમાં આગવી ઓળખની યોજનામાં આ ખૂબ જ સુંદર નાકાઓ- દરવાજાઓ તૈયાર થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial