Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભરણપોષણ, મકાન ભાડુ ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૭ઃ જામનગરના એક પરિણીતાએ લાલપુરમાં રહેતા પતિ પાસેથી પોતાનું તથા બે સગીર સંતાનનું ભરણપોષણ મેળવવા કોર્ટમાં અરજી કરતા કોર્ટે દર મહિને રૃા. ૧૩ હજાર ભરણપોષણ પેટે અને રૃા. ૩ હજાર મકાન ભાડાના ચૂકવવા પતિને હુકમ કર્યો છે.
જામનગરના હર્ષાબેન નામના યુવતીના લગ્ન લાલપુરના સહદેવભાઈ જશવંતભાઈ સાગઠિયા સાથે થયા પછી આ દંપતીને સંતાનમાં બે પુત્રની પ્રાપ્તિ થઈ હતી. તે દરમિયાન પતિ સહદેવે શંકા કરી મારકૂટ આરંભતા અને દહેજની માગણી કરી વર્ષાબેનને બન્ને સંતાન સાથે ઘરમાંથી પહેરેલા કપડે કાઢી મૂકતા વર્ષાબેને જામનગરની કોર્ટમાં ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ફરિયાદ નોંધાવી ભરણપોષણની માગણી કરી હતી.
તે અરજી ચાલી જતા અદાલતે દર મહિને કુલ રૃા. ૧૩ હજારની રકમ ભરણપોષણ પેટે ચૂકવવા તેમજ મકાન ભાડા પેટે રૃા. ૩ હજાર અને ત્રાસ બદલ રૃા. પ૦ હજાર અલગથી ચુકવવા પતિને હુકમ કર્યો છે. અરજદારણ તરફથી વકીલ એન.કે. વાઘેલા રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial