Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૩૦ ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરવા તાકીદઃ
જામનગર તા. ૭ઃ રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્રમમાં દિવ્યાંગ કર્મચારીઓ, સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે.
જે અન્વયે દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે ઈચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ, અધિકારીઓ, દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસરો અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓ ફોર્મ ભરી શકશે. આગામી તા. ૩૦ ડિસેમ્બર સુધીમાં નિયત નમૂનામાં ફોર્મ ભરીને જરૃરી આધારો સાથે જોડીને ત્રણ કલમ સાથે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, આઈ.ટી.આઈ. હોસ્ટેલ બિલ્ડીંગ, એસ.ટી. ડેપો સામે, જામનગરને રૃબરૃ કે ટપાલથી પહોંચાડવાનું રહેશે. જામનગર રોજગાર કચેરીથી કામકાજના દિવસો દરમિયાન વિનામૂલ્યે મેળવી શકાશે તેમ મદદનીશ નિયામક (રોજગાર) સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial