Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્વચ્છતાકર્મીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન
ખંભાળીયા તા. ૭ઃ ખંભાળિયા બસ સ્ટેશનથી "શુભયાત્રા, સ્વચ્છ યાત્રા" કેમ્પેઈનનો શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ મુસાફરોને બસો તથા બસ સ્ટેશનોને સ્વચ્છ રાખવા આહવાન કર્યુ હતું, અને બસ સ્ટેશનમાં કાર્ય કરતા સ્વચ્છતા કર્મીઓને પુષ્પગુચ્છ આપી સન્માનિત કર્યા હતાં.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા અભિયાન , જેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સતત વેગ મળી રહ્યો છે. સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા બસ સ્ટેશનથી કેબિનેટ મંત્રીશ્રી મૂળુભાઇ બેરાએ શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીએ મુસાફરોને સ્વચ્છતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, આપણે જેમ આપણા વિસ્તારને, ઘરને સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે બસો તથા બસ સ્ટેશનોને સ્વચ્છ રાખવા આપણી જવાબદારી છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી આપણા સૌની છે. દરેક બસમાં ડસ્ટબીન મૂકવામાં આવશે.
વધુમાં કેબિનેટ મંત્રીએ જ્યાં-ત્યાં ન થૂંકવા અને ગંદકી ન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા અભિયાનમાં સૌ નાગરિકો જોડાઈએ અને અન્ય લોકોને પણ આ અંગે જાગૃત કરીએ તેમ આહવાન કર્યું હતું. આ તકે કેબિનેટ મંત્રીએ બસ સ્ટેશનના સ્વચ્છતા કર્મીઓને પુષ્પગુચ્છ આપી વંદન કર્યા હતા.
સ્વચ્છ યાત્રા દરમિયાન વિવિધ એન.જી.ઓ, શાળા/કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વચ્છતા દોડ, રક્તદાન શિબિર, વોલ પેઈન્ટિંગ અને બસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કરાશે. નિગમની બસો અને બસ સ્ટેશનો પ્લાસ્ટિકમુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે.
આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નગરપાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકના ચેરમેન પી.એસ.જાડેજા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જીતેન્દ્રભાઈ કણઝારિયા, અગ્રણી ઘનશ્યામસિંહ જાડેજા, હરિભાઈ નકુમ, અનિલભાઈ તન્ના સહિતના આગેવાનો, અધિકારીઓ-કર્મચારીઓ, સફાઈકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial