Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક વૈષ્ણવાચાર્યો અને મહાનુભાવોનાં સાંનિધ્યમાં શુભ પ્રસંગ દિપી ઉઠ્યો
જામનગરની શ્રી મોટી હવેલીનાં ગાદીપતિ પૂ.પા.ગો.શ્રી ૧૦૮ હરીરાયજી મહારાજનાં આત્મજ પૂ. પા. ગો. શ્રી વલ્લભરાયજી મહોદયનાં આત્મજ ચિ.ગો.શ્યામારાજા બેટીજીનાં શુભ વિવાહ નિ.લી.શ્રી જ્યોતિ બેટીજી શ્રી રાજારામજી શર્માનાં પૌત્ર, શ્રી પરાગકુમારજી શર્મા અને અ.સૌ.શ્રી દિપીકા બેટીજી (મુંબઇ) નાં સુપુત્ર ચિ. શાલીનજી શર્મા સાથે પુષ્ટી માર્ગીય વિધી વિધાન તથા વલ્લભકુળની પરંપરા અનુસાર ભવ્યતાપૂર્વક સંપન્ન થયા છે. આ પાવન માંગલિક પ્રસંગ દેશભરમાંથી પધારેલ અનેક વૈષ્ણવાચાર્યોનું આશિષ છત્ર હેઠળ શુભતા પૂર્વક ઉજવાયો હતો.જામનગર વૈષ્ણવ સમાજનાં પ્રમુખ જીતુભાઇ લાલ, 'નોબત' પરીવારનાં ચેતનભાઇ માધવાણી, ઉપપ્રમુખ મનમોહનભાઇ સોની, જય કેબલનાં સંચાલક તથા પાટીદાર અગ્રણી મનસુખભાઇ રાબડીયા, લોહાણા અગ્રણી વિપુલભાઇ કોટક, કેતનભાઈ બદીયાણી, જયેશભાઇ રૃપારેલ, દિનેશભાઇ મારફતીયા, મિતેષ લાલ, અગ્રણી એડવોકેટ દિનેશભાઈ વિરાણી, નિરજભાઈ દત્તાણી, નિલેશભાઈ ઉદાણી, વગેરે મહાનુભાવો સહીત બહોળી સંખ્યામાં વૈષ્ણવો આ પાવન હર્ષનાં પ્રસંગમાં ઉપસ્થિત રહી ધન્ય થયા હતાંં.આજે મધ્યાહન કાળે બડી પઠોની (વિદાઇ) ની પ્રસંગવેળા પૂ.પા.શ્રી વલ્લભરાયજી મહોદય તથા સમગ્ર પરીવાર ભાવુક થયા હતાં. સમગ્ર ત્રિદિવસીય ઉત્સવ દરમ્યાન અનેક વૈષ્ણવાચાર્યોનું જામનગરમાં આગમન થતા વૈષ્ણવ સમાજમાં આનંદની લાગણી વ્યાપી હતી. ઉત્સવ નિર્ધારીત રીતે દિવ્યતાથી સંપૂર્ણ થતા વૈષ્ણવોને હર્ષ અને સંતોષની અનુભૂતિ થઇ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial