Advertisement
Author: નોબત સમાચાર

ઓમાનના ખસબ બંદર પર સલાયાના આસામીના વહાણમાં ભભૂકી આગ

ત્રણ દિવસમાં ત્રણ વાહણ નષ્ટ થતા ચિંતાનું મોજુઃ

સલાયા તા. ૭ઃ સલાયાથી થોડા દિવસ પહેલા સામાન ભરીને ઓમાન ગયેલા અલીમદદ નામના વહાણમાં ગઈકાલે ઓમાનના ખસબ બંદર પર કોઈ કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં ૧૩૦૦ ટનની કેપેસીટીનું આ વહાણ સળગીને ભસ્મીભૂત થઈ ગયું છે. મંગળવારે સલાયાના એક વહાણે પોરબંદરના દરિયામાં સમાધિ લીધા પહેલા મુંદરા બંદરે સલાયાના એક આસામીના વહાણમાં ચોખાનો જથ્થો ભરવામાં આવતો હતો ત્યારે આ વહાણ પણ સળગી ઉઠ્યું હતું. આમ, ત્રણ-ચાર દિવસમાં સલાયાના ત્રણ આસામીના ત્રણ વહાણ અકસ્માતનો ભોગ બની નષ્ટ થઈ જતા વહાણ માલિકોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાના સલાયામાં રહેતા સીદીકભાઈ આલેમામદભાઈ સંઘાર નામના આસામીનું અલીમદદ નામનું વહાણ થોડા દિવસો પહેલા માલ-સામાન ભરીને ઓમાન જવા રવાના થયું હતું.

આ વહાણ ગઈકાલે ઓમાનના ખસબ બંદર પર પહોંચ્યું ત્યારે અંદાજે ૧૩૦૦ ટનની ક્ષમતાવાળા આ વહાણમાં કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી. આ વહાણમાં ભરેલો સામાન ખાલી કરવામાં આવ્યા પછી તેમાં કચ્છના મુંદરા બંદરે લઈ જવા માટે ખાંડ તથા ચોખાનો જથ્થો ભરવાનો હતો તે પહેલા અલીમદદ વહાણમાં કોઈ રીતે આગ ભભૂકી ઉઠી હતી.

જોતજોતામાં આગની જ્વાળા વહાણમાં રહેલા ડીઝલના જથ્થા સુધી પહોંચ્યા પછી સમગ્ર વહાણ આગની લપેટમાં આવી ગયું હતું અને સળગીને ખાખ થઈ ગયું હતું. બંદર પર લાંગરીને રાખવામાં આવેલા આ વહાણમાં કોઈ ખલાસી ન હોવાથી કોઈ જાનહાની તો નથી થઈ, પરંતુ આખું વહાણ સળગી જતા તેના માલિકને મોટી નુકસાની આવી પડી છે.

ઉલ્લેખનિય છે કે, કચ્છના મુંદરા બંદર પર સલાયાના અલ ગરીબ-એ નવાઝ નામના વહાણમાં ચોખાનો જથ્થો લોડ કરવામાં આવી રહ્યો હતો ત્યારે આ વહાણ પણ સળગી ઉઠ્યું હતું. તે પછી મંગળવારે મુંદરા બંદરેથી ચોખા અને સેનેટરી વેરનો જથ્થો ભરીને યમન તરફ જવા નીકળેલું સલાયાના આમદ ઈબ્રાહીમ ભાયા નામના આસામીના ૮૦૦ ટનની ક્ષમતાવાળા વહાણે પોરબંદર નજીક દરિયામાં સમાધી લીધી હતી. આમ ત્રણ-ચાર દિવસમાં જ સલાયાના ત્રણ આસામીના વહાણ જુદા-જુદા કારણની નષ્ટ થતા વહાણ માલિકો ચિંતામાં મૂકાય ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh