Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તમાચણ પાસે સાયકલ પરથી વોકળામાં પડી જતા શ્રમિકનું મૃત્યુઃ પંપ હાઉસ પાસે બાઈક અથડાયુઃ
જામનગર તા. ૭ઃ જામનગર-જોડીયા ધોરીમાર્ગ પર આવેલા બાલાચડી ગામના પાટીયા પાસે મંગળવારે સાંજે એક બાઈક સાથે સામેથી ટ્રકને ઓવરટેક કરવાની ઉતાવળમાં પુરપાટ ધસી આવેલી મોટર ટકરાઈ પડતા બાઈકચાલકનું મૃત્યુ નિપજ્યું છે. મૃતક તેમના માતા સાથે ખીરી ગામથી દર્શન કરીને પરત જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. જેમાં માતાની નજર સામે પુત્રનું મૃત્યુ થયું હતું. જામનગર તાલુકાના તમાચણ પાસે સાયકલ સ્લીપ થતા તેના પરથી વોકળામાં ઉથલી પડેલા એક શ્રમિકનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. જ્યારે પાંચ મહિના પહેલા રણજીતસાગર રોડ પર પંપ હાઉસ પાસે એક યુવાનને બાઈકે ઠોકર મારી અકસ્માત નિપજાવ્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જોડિયા તાલુકાના વાવડી ગામમાં રહેતા કરણ ગગુભાઈ મકવાણા નામના આહિર યુવાનના કૌટુંબિક સાળા જગદીશભાઈ મંગળવારે સાંજે પોતાના જીજે-૧૦ ડીએફ ૭૮૩૧ નંબરના હીરો મોટર સાયકલમાં પોતાના માતા ભાવનાબેન સાથે ખીરી ગામમાં આવેલા મંદિરે દર્શન કરવા ગયા હતાં.
ત્યાંથી પરત પોતાના ઘેર જવા નીકળેલા માતા-પુત્ર જ્યારે બાલાચડી ગામ પાસે પહોંચ્યા ત્યારે સામેથી એક ટ્રેક આવી રહ્યો હતો. તે ટ્રકની પાછળથી જોડિયા તરફ જતી જીજે ૧૦ એપી ૯૭૪ નંબરની ટાટા ઈન્ડીગો મોટર નીકળી હતી. આ મોટરના ચાલકે સામેથી મોટર સાયકલ આવતું હોવા છતાં આગળ જતા ટ્રકની કુલ સ્પીડમાં સાઈડ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તે વેળાએ સામેથી આવતું જગદીશભાઈનું બાઈક તેની સાથે ધડાકાભેર અથડાઈ પડ્યું હતું. મોટર ટકરાતા જ જગદીશભાઈ અને તેમના માતા ભાવનાબેન ફંગોળાઈ ગયા હતાં. રોડ પર પટકાઈ પડેલા જગદીશભાઈને માથા તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થતા તેઓનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલા તેમના માતા ભાવનાબેનને કમરમાં ફ્રેકચર અને જમણા પગમાં ઈજા થઈ હતી.
અકસ્માતની જાણ થતા જોડિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. પીએસઆઈ બીએલ ઝાલાએ કરણ મકવાણાની ફરિયાદ પરથી મોટરના ચાલક જામનગરના લલીત પટેલ સામે આઈપીસી ૩૦૪-અ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે. દર્શન કરીને પરત ફરતા માતા-પુત્રને માર્ગમાં કાળનો ભેટો થતા અને માતાની નજર સામે પુત્રનું મૃત્યુ નિપજતા અરેરાટી પ્રસરી છે.
જામનગર તાલુકાના વરાણા ગામમાં આવેલા બાબુભાઈ રણછોડભાઈ બુસા નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડોંજગેર ગામના વતની કાળુભાઈ છગનભાઈ તંબોલીયા (ઉ.વ. ૧૬) નામના તરૃણ ગઈ તા. ર૭ની સાંજે સાતેક વાગ્યે સાયકલ પર કામે જવા નીકળ્યાં હતાં. તેઓ જ્યારે વરાણા ગામની તમાચણ ગામ તરફ જવાના રસ્તા પરથી પસાર થતા હતાં ત્યારે વોકળા પાસે સાયકલ સ્લીપ થઈ જતા આ તરૃણ તેના પરથી ઉથલી પડીને નજીકમાં આવેલા વોકળામાં પડી ગયા હતાં.
વોકળામાં પડતી વખતે કાળુભાઈને માથા તથા ચહેરાના ભાગે ઈજા થઈ હતી. આ તરૃણને સારવારમાં ખસેડવામાં આવ્યા પછી તેઓનું ગઈકાલે સારવારમાં જ મૃત્યુ નિપજ્યું છે. મૃતકના ભાઈ ભરત છગનભાઈ તંબોલીયાએ પોલીસને જાણ કરી છે. પંચકોશી એ ડિવિઝનના જમાદાર ડી.એ. રાઠોડે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા પંપહાઉસ નજીકની સૈનિક કોલોનીમાં રહેતા રામકિશન બાબુરાવ ગાયકવાડ (ઉ.વ. ૪૩) ગઈ તા. ૧૬-જૂનની સવારે પોતાના ઘર પાસેથી ચાલીને જતા હતા ત્યારે જીજે-૧૦ ૯૬૦૪ નંબરના હીરો મોટરસાયકલના ચાલકે તેઓને ઠોકર મારી દીધી હતી. રોડ પર પછડાયેલા રામકિશનને નાક પાસે ઈજા અને પગમાં ફ્રેકચર થઈ ગયું હતું. તેઓએ અકસ્માત સર્જનાર મોટર સાયકલના ચાલક સામે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial