Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યના નાના વેપારીઓ, લઘુ ઉદ્યોગોને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવા માંગ

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન દ્વારા

જામનગર તા.૭ઃ રાજયમાં ૧૦ કરોડ સુધીનું ટર્ન ઓવર ધરાવતા નાના વેપારીઓ તેમજ સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.  ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર તન્ના અને વ્યવસાય વેરા સમિતિના ચેરમેન વિનોદ અગ્રવાલએ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ પત્ર પાઠવી રજુઆત કરી છે કે, વ્યવસાય વેરામાંથી નાના વેપારીઓને મુક્તિ આપવી જોઈએ. અગાઉ પણ સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવી હતી કે જેમાં ખાત્રી પણ કરવામાં આવી હતી. નાના વેપારીઅ માટે આ કાયદાનું પાલન પીડાકારક મુશ્કેલીજનક છે.

ભૂતકાળમાં ઓકટ્રોય ની હાલાકી નિવારવા માટે રજુઆત થતા રાહત આપવામાં આવી હતી. તેવી જ રીતે ર૦૧૯માં ગુમાસ્તા ધારામાંથી ૧૦ થી ઓછા કર્મચારી ધરાવતા વેપારને પણ મુક્તિ આપેલ છે. આથી રાજ્યના ૭પ ટકા વેપારીઓ માટે આદર્શ અમલવારી બની હતી. આજ સિદ્ધાંતને પ્રોફેશનલ ટેક્ષ નાબુદીના અમલને અપનાવવામાં આવે તે જરૃરી છે અને ૧૦ કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓને તેમજ સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગોને વ્યવસાય વેરા મુક્તિ આપવામાં આવે. આ માંગણી વ્યવહારીક રીતે વ્યાજબી છે. આ પ્રકારના એકમોમાં ભાગ્યે જ કોઈ પ્રોફેશનલ કર્મચારી હોય છે. અને શિક્ષણથી વંચિતોને રોજગારી આપે છે અને રાજ્ય, દેશના અર્થતંત્રમાં પ૦ ટકા જેવો નોંધપાત્ર ફાળો આપે છે.

રાજ્યમાં બહોળા નિર્માણ માટે મોટા ઉદ્યોગો માટે વાઈબ્રન્ટ સમિટ-ર૦ર૩ દ્વારા અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. જ્યારે રાજ્યના વિકાસમાં પાયારૃપ એવા નાના વેપાર ઉદ્યોગને આ સમિટ દરમ્યાન નીતિ વિષયક જાહેરાત થાય તે જરૃરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh