Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબાને વૈશ્વિક ધરોહરમાં સ્થાનઃ
વૈશ્વિક સંસ્થા યુનેસ્કો દ્વારા ગુજરાતની ઓળખ સમાન 'ગરબા'ને વૈશ્વિક ધરોહરમાં સ્થાન આપવાની જાહેરાતને સમગ્ર રાજ્યમાં ગરબાના કાર્યક્રમો યોજીને વધાવવામાં આવી હતી. જે સંદર્ભમાં ધ્રોળના જી.એમ. પટેલ કન્યા વિદ્યાલયના પટાંગણમાં લતીપુરની સુપ્રસિદ્ધ કલા સંસ્થા પટેલ રાસ મંડળી લોક કલા ટ્રસ્ટ તથા સંસ્કાર ભારતી (ગુજરાત પ્રાંત) ના સંયુક્ત ઉપક્રમે ગરબાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લતીપુર, ધ્રોળ તથા આસપાસના ગામોની બહેનોએ પરંપરાગત ડ્રેસમાં ગરબા રજૂ કર્યા હતાં. ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત પટેલ રાસ મંડળીના પ્રમુખ મહેન્દ્રભાઈ આણદાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ કલા સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ડે. કલેક્ટર સાકરિયા, ભાલારા મેડમ, તાલુકા ભાજપ પ્રમુખ નવલભાઈ મુંગરા, મનસુખભાઈ ચભાડિયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિજયભાઈ પટેલ, ભગવાનજીભાઈ કાનાણી, વિજ્યાબેન બોડા, સુધાબેન ખંઢેરિયા, પ્રવિણાબેન તારપરા વગેરેની ઉપસ્થિતિમાં ધ્રોળના જી.એમ. પટેલ કન્યા વિદ્યાલય, ઉમિયાજી કોલેજ, એમ.ડી. મહેતા એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત ડી.એચ.કે. મુંગરા કન્યા વિદ્યાલય, સંસ્કૃતિ ડાન્સ એકેડમી, પટેલ રાસ મંડળી, તથા તાલુકાના વિવિધ ગરબા મંડળની અઢી હજાર જેટલી બહેનોએ ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી. કેમ્પસ ડાયરેક્ટર કગથરા, સંકુલના સંચાલકો, શૈક્ષણિક સંસ્થાઓ, ગરબા મંડળો, કલા સંસ્થાઓનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનમાં કરિયોગ્રાફી મહેન્દ્રભાઈ આણદાણી તથા ટીમે કરી હતી. ટેકનિકલ સહયોગ મયંકભાઈ દવેએ આપ્યો હતો. કો-ઓર્ડિનેશન એમ.એલ. મણવરે કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial