Advertisement
Author: નોબત સમાચાર

સિક્કા ગામના શ્રમિક પરિવારની બાળકીનું હૃદયની બીમારીનું વિનામૂલ્યે સફળ ઓપરેશન

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ

જામનગર તા. ૭ઃ સરકાર દ્વારા ચાલતા આરોગ્યના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જામનગર તાલુકાના સિક્કા ગામે રહેતી ૮ વર્ષની બાળકીની હૃદયની બીમારીનું સફળ ઓપરેશન થયું છે. સિક્કા અર્બન હેલ્થ સેન્ટર હેઠળ આવતા સિક્કા ગામમાં મજૂરી કામ કરતા વિજયભાઈ પરમારની દીકરી પૂનમનો જન્મ તા. ૩૦-પ-ર૦૧પ ના થયો હતો. તેણી હાલ ક્રિષ્ના કન્યા શાળામાં ધોરણ ર મા અભ્યાસ કરે છે.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત આબીએસકે ટીમને જાણવા મળ્યું કે, પૂનમ દોડે ત્યારે હાંફ જાય છે. તેણીની આગળની તપાસ માટે સંદર્ભ કાર્ડ ભરી જી.જી. હોસ્પિટલ જામનગરમાં રીફર કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં ઈસીજી, રડી-ઈસીએચઓ, બ્લડ રિપોર્ટ કરતા જોવા મળ્યું કે, દીકરીને સીએચડી-કોન્જેનીટલ હર્ટ ડીસીસ એટલે કે હૃદયમાં કાણું છે.

વધુ સઘન સારવાર માટે તેને યુ.એન. મહેતા હોસ્પિટલ-અમદાવાદમાં રીફર કરવામાં આવ્યા. ત્યાં નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા ખૂબ જ કુનેહથી ૩૧-૧૦-ર૦ર૩ ના શસ્ત્રક્રિયા અને જરૃરી સારવાર કરી ક્ષતિને દૂર કરી બાળકને ૮ દિવસ સારવાર કરી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને દર મહિને નિયમિત તપાસ અર્થે કહેવામાં આવ્યું. તેણી હાલ એકદમ સ્વસ્થ્ય અને તંદુરસ્ત છે. આરોગ્ય વિભાગ દ્વારા તેણીની સમગ્ર સારવાર અને સર્જરી વિનામૂલ્યે કરવામાં આવતા માતા-પિતા અને પરિવારે ડોક્ટરો અને સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ. ભાયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો. જીજ્ઞેશ પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરતી (આરબીએસકે) રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો. ચિરાગ દોમડિયા, ડો. ધર્મિષ્ઠા અકબરી અને એફ.એચ.ડબલ્યુ. લીલાબેન વાઘેલા દ્વારા પૂનમની પ્રાથમિક તપાસ અને સારવાર કરી તેના પરિવારને યોગ્ય માર્ગદર્શન આપવામાં મદદરૃપ બન્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh