Advertisement
Author: નોબત સમાચાર

જામનગર બાર એસો.ના ૧૩ પદ માટે તા.૧૫ના દિને ૧૨૩૭ સભ્યો કરશે મતદાન

વર્તમાન પ્રમુખ સહિતના ઉમેદવારો મેદાનમાં

જામનગર તા. ૭ઃ જામનગરના બાર એસો.ની આગામી તા.૧૫ ના દિને ચૂંટણી યોજાઈ છે. પ્રમુખ સહિતના પ્રતિષ્ઠિત પદો માટે ઉમેદવારીપત્રો રજૂ થઈ રહ્યા છે. આગતીકાલે તેની ચકાસણી પછી આખરી ઉમેદવારોની યાદી જાહેર થશે. મંડળના ૧૨૩૭ સભ્યો પ્રમુખ સહિતના ૧૩ પદ માટે મતદાન કરશે. વર્તમાન પ્રમુખ નવ વખત પ્રમુખપદે ચૂંટાયા પછી આ વખતે પણ પ્રમુખપદ માટે ફોર્મ રજૂ કરી ચૂક્યા છે.

જામનગરના બાર એસો.ના પ્રમુખ સહિતના પદો માટે આગામી તા.૧૫ ડિસેમ્બરના દિને.ચૂંટણી યોજાવાની છે તે માટે ઉમેદવારી પત્રો ઈસ્યુ કરવામાં આવ્યા પછી શનિવારે જે ઉમેદવારો પોતાની દાવેદારી પરત ખેંચશે તે પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ બનશે. હાલમાં પ્રમુખપદ સહિતના હોદ્દાઓ માટે પચ્ચીસ ફોર્મ ગયા છે.

જામનગરના વકીલમંડળ દ્વારા ચાલુ મહિનાના પ્રથમદિને મમતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવ્યા પછી તેમાં નવા મતદારોને જોડવાની પ્રક્રિયા કરવામાં આવ્યા પછી મંગળવારે આખરી મતદારયાદી પ્રસિદ્ધ થઈ છે. હાલમાં જામનગરના વકીલમંડળમાં ૧૨૩૭ સભ્યો નોંધાયેલા છે. મતદારયાદી પ્રસિદ્ધ થયા પછી ઉમેદવારી માટે ઈજન આપવામાં આવતા આજ સુધીમાં કુલ ૨૫ ફોર્મ વિતરણ કરવામાં આવ્યા છે.

છેલ્લા નવ વખતથી પ્રમુખપદે ચૂંટાઈ આવતા એડવોકેટ ભરતભાઈ સુવા તેમજ એડવોકેટ નયન મણિયારે પ્રમુખપદ માટે દાવેદારી કરી છે. તે સિવાયના ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી, ખજાનચી, લાઈબ્રેરી મંત્ી તેમજ કારોબારી સભ્યો સહિતના પદો માટે પણ ઉમેદવારી કરવામાં આવી રહી છે. આવતીકાલે ફોર્મની ચકાસણી રાખવામાં આવી છે. તે પછી જે કોઈ ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચવા ઈચ્છતા હોય તેઓને બપોરના બે વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો છે. તેના પછી શનિવારે બાકી રહેલા ઉમેદવારોની યાદી જાહેર થશે. અને આગામી શુક્રવારે સવારના ૦૯-૩૦ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી જામનગરના ન્યાયાલયના પટાંગણમાં આવેલી વકીલમંડળની બેઠક (હોલ)માં મતદાન રાખવામાં આવ્યું છે. ચૂંટણીમાં કમિશનર તરીકે એડવોકેટ બી. ડી. દેસાઈ તથા મિહીર નંદા, કે. ડી. વડગામા સેવા આપી રહ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh