Advertisement
Author: નોબત સમાચાર

અમદાવાદ-કચ્છ હાઈવે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મૃત્યુ

અકસ્માતમાં મોટરકારનો ભૂક્કો બોલી ગયોઃ

અમદાવાદ તા. ૭ઃ અમદાવાદ-કચ્છ હાઈ-વે પર ધાંગધ્રા બાયપાસ કુડા ચોકડી પાસે મોટરકારનો ગમખ્વાર અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતાં, જ્યારે એકનું સારવાર દરમિયાન મરણ થતા કુલ ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે અને ત્રણ વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે.

આ અકસ્માતમાં કારનો ભૂક્કો બોલી ગયો હતો અને માત્ર એન્જિન જ બચ્યું હતું. આ અકસ્માતમાં એક જ ગામના ચાર વ્યક્તિના મૃત્યુ નિપજતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કરસનભાઈ ભરતભાઈ (ઉ.વ. ર૩), કિરણભાઈ મનુભાઈ (ઉ.વ. ૧૮), ઉમેશભાઈ જગદીશભાઈ (ઉ.વ. ૧પ), કાનાભાઈ ભૂપતભાઈ (ઉ.વ. ૧૮) નામના ચારેય યુવકોના મૃત્યુ આ અકસ્માતમાં થયા છે.

આ અકસ્માતની ઘટનાની વધુ વિગત મુજબ અમદાવાદ-કચ્છ હાઈ-વે પર સુરેન્દ્રનગરના ધાંગધ્રા બાયપાસ ફૂડા ચોકડી પાસે કારચાલકે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ડીવાઈડરની બીજી સાઈડ જઈને આઈસર ટ્રક સાથે અથડાતા અકસ્માતની ઘટના બની હતી, જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે અને એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં, જેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં ગાડીમાં સવાર લોકો હળવદ તાલુકા ગોલાસણ ગામના હોવાનું સામે આવ્યું છે. તેઓ ધાંગધ્રાથી લગ્ન પ્રસંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે રસ્તામાં જ અકસ્માતની ઘટના બની હતી. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh