Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી લોકસભા ચૂંટણી-ર૦ર૪ સંદર્ભમાં
જામનગર તા. ૭ઃ લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓ શરૃ કરી દેવામાં આવી છે, ત્યારે ગાંધીનગરમાં મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અધિક /નાયબ જિલ્લા ચૂંટણી અધિકારઓનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત વિવિધ પાસાઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સૂચનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
મુક્ત, ત્યાયી અને પારદર્શી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓ સંદર્ભે અદ્યતન સૂચનાઓ આપવામાં આવી છે. આસૂચનાઓનો રાજ્યભરમાં સુચારૃ અમલ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
આ એક દિવીય તાલીમ વર્કશોપના પ્રથમ સત્રમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી આગોતરી તૈયારી અંગે જરૃરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના વિવિધ અધિકારીઓ દ્વારા ક્ષતિરહિત મતદારયાદી અને તેની પ્રસિદ્ધિ, મતદાન મથકો પરની વ્યવસ્થાઓ, ઈવીએમના ડિસ્પેચથી લઈ તેના યોગ્ય સંગ્રહ અને ચૂંટણી સંચાલન માટેના સ્ટાફની વિગતો અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સૂચનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ વર્કશોપના બીજા સત્રમાં આઈ.ટી. એપ્લિકેશન્સ અને પોલીંગ સ્ટાફની તાલીમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં લોકસભાની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે માટે તમામ વયજુથના મતદારોમાં મતદાર જાગૃતિ કેળવવા સંદર્ભે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial