Advertisement
Author: નોબત સમાચાર

એરફોર્સ રોડ પર પડી ગયેલા મોબાઈલની ઉઠાંતરી થયાની રાવ

અજાણ્યા શખ્સ સામે નોંધાવાઈ ફરિયાદઃ

જામનગર તા. ૭ઃ જામનગરની ડિફેન્સ કોલોની પાસે રહેતા એક આસામીનો રૃા. ૩૦ હજારની કિંમતનો મોબાઈલ ગયા શુક્રવારે એરફોર્સ રોડ પર જેકેટના ખિસ્સામાંથી પડી ગયા પછી કોઈ શખ્સે તેની ઉઠાંતરી કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરની ડિફેન્સ કોલોની પાસે એક શાળા નજીકની શેરીમાં રહેતા રાજ જીતેશભાઈ પડીયા નામના યુવાન ગયા શુક્રવારે બપોરે એરફોર્સ રોડ પરથી પસાર થતા હતાં. આ વેળાએ તેમના જેકેટના ખિસ્સામાં રાખવામાં આવેલો વીવો કંપનીનો વી-૨૧ મોડલનો મોબાઈલ ક્યાંક પડી ગયો હતો. અંદાજે રૃા. ૩૦ હજારની કિંમતનો આ ફોન કોઈ શખ્સ ઉઠાવી ગયો છે.

આ બાબતની રાજ પડીયાના પિતા જીતેશભાઈ ભગવાનજીએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે આઈપીસી ૩૭૯ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh