Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૭ઃ કેન્દ્ર સરકાર દ્વારા દેવભૂમિ દ્વારકાના દ્વારકા તેમજ બેટદ્વારકાના વિકાસ માટે રૃા. ૮૦૦ કરોડની દ્વારકા કોરીડોર યોજના જાહેર થયા પછી હવે કેન્દ્ર સરકારે સ્વદેશ દર્શન યોજના-ર મા દ્વારકા તેમજ ધોળાવીરાના સમાવેશની જાહેરાત કરી છે.
સ્વદેશ દર્શન યોજના એ ર૦૧પ થી ર૦રર સુધી હતી જેમાં યોજના ૧.૦ પૂર્ણ થઈ ગઈ જેમાં ૧૬ પર્યટન સ્થળોને કરોડો રૃપિયાના ખર્ચે વિકાસ કરાયા હતાં. પર્યટન સ્થળોના વિકાસ સાથે સ્થાનિક રોજગારી, ધંધા વિકાસ, સાથોસાથ સ્વચ્છ ભારત અભિયાન, સ્કીલ ઈન્ડિયા, મેઈક ઈન ઈન્ડિયા વગેરે યોજનાઓને અહીં લાગુ પાડવામાં આવશે. દ્વારકામાં આ સ્વદેશ દર્શન યોજનામાં દ્વારકા ઉપરાંત બેટદ્વારકા તથા દ્વારકા સીફ્રન્ટ ડેવલપમેન્ટ તથા દ્વારકા બેટમાં સાંસ્કૃતિક તથા ઈકો ટુરીઝમ પ્રવૃત્તિઓના કામો થશે. જેમાં દ્વારકા તથા બેટદ્વારકાના સ્થળોમાં સનસેટ પોઈન્ટ મહત્ત્વના મંદિરો તથા તળાવોનો પણ સમાવેશ થશે જેનો પ્રારંભિક માસ્ટર પ્લાન પણ તૈયાર થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial