Advertisement
Author: નોબત સમાચાર

યુક્રેનના પૂર્વ સાંસદની રશિયામાં ગોળી મારી હત્યા

યુક્રેનથી રશિયા ભાગી ગયેલા

નવી દિલ્હી તા. ૭ઃ રશિયા અને યુક્રેન વચ્ચે ગયા વર્ષે ફેબ્રુઆરીથી ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ દરમિયાન યુક્રેનથી ભાગીને રશિયા પહોંચેલા યુક્રેનના પૂર્વ સાંસદની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

યુક્રેન દ્વારા દેશદ્રોહી જાહેર કરાયેલા યુક્રેનના પૂર્વ સાંસદ ઈલિયા કચવાની મોસ્કોના દક્ષિણ પશ્ચિમમાં આવેલા ઓડિન્ટસોવો પ્રદેશના એક પાર્કમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટના પછી યુક્રેનિયન આર્મીના ગુપ્તચર એકમે ચેતવણી આપી હતી કે, 'યુક્રેનના અન્ય દેશદ્રોહીઓ'ના પણ આવા જ હાલ થશે. યુક્રેનિયન સંસદના પૂર્વ સાંસદ ૪૬ વર્ષિય ઈલિયા કચવાનો મૃતદેહ મોસ્કો નજીકના એક ગામમાંથી તેના માથામાં ગોળી વાગેલા ઘા સાથે મળી આવ્યો હતો.

યુક્રેનની સેનાના ગુપ્તચર પ્રવક્તા આન્દ્રે યુસોવે જણાવ્યું હતું કે, ઈલિયા કચવાનું મૃત્યુ થયું છે, અને તેમને આગળ ઉમેર્યું હતું કે, યુક્રેન અને પુતિનને ટેકો આપનારા અન્ય દેશદ્રોહીઓ સાથે પણ આવું જ થશે. રશિયન અધિકારીઓનું કહેવું છે કે, તેઓએ આ હત્યાના કેસની તપાસ શરૃ કરી છે અને શંકાસ્પદને શોધી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ગયા વર્ષે જ ફેબ્રુઆરીમાં મોસ્કોના હુમલા પહેલા જ ઈલિયા કચવા યુક્રેનની સંસદના સભ્ય હતાં અને યુદ્ધ શરૃ થયાના એક મહિના પહેલા તે રશિયા ભાગી ગયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh