Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
"સ્વચ્છતા હી સેવા" નહીં... અસ્વચ્છતાનો અંબાર... ઠલવાતો ગંદવાડ, ફેલાતો મંદવાડ
જામનગર મહાનગરપાલિકા તંત્ર છેલ્લા થોડા દિવસોથી અલગ-અલગ વોર્ડ વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશના નામે સફાઈ કામ કરે છે, તેમાં ભાજપના તમામ સ્તરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નેતાઓ હાથમાં સાવરણા લઈને કામ કરતા હોય તેવા ફોટા સાથેના અહેવાલો પ્રસિદ્ધિ થઈ રહ્યાં છે. પણ.... વાસ્તવિકરૃપે આ ઝુંબેશથી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકી કચરાના ઢગલાની સ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી...! જામનગર શહેરની મધ્યમાં આવેલા નયનરમ્ય તળાવ અને પાછલા તળાવના ભાગમાં પણ સફાઈ કામ થયું તેવા સમાચારો, પ્રેસનોટો ઈસ્યુ થઈ... છતાં પાછલા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળે છે. પાછલા તળાવના ભાગે આવેલ માર્ગ .પર હોસ્પિટલો આવેલી છે, અને હોસ્પિટલમાંથી દરરોજ મોટાપાયે અત્યંત ખરાબ મેડિકલ વેસ્ટ તળાવમાં ફેંકવામાં આવે છે. આ ઉપરાંત અન્ય હોટલ, રેસ્ટોરન્ટવાળા, શાક-બકાલાવાળાના એંઠવાડ, સડેલા શાકભાજી, પ્લાસ્ટિકના ઝબલાં વિગેરે કચરો પણ પાછલા તળાવમાં ઠલવાય છે. પરિણામે પાછલા તળાવના ભાગોમાં માર્ગ ઉપર દુર્ગંધ ફેલાયેલી રહે છે, તળાવનું પાણી પ્રદુષિત થાય છે. અધૂરામાં પૂરૃં આ પાછલા તળાવના ભાગે રોડ ઉપર આધારકાર્ડની ઓફિસ આવેલી છે. જ્યાં દરરોજ સેંકડો લોકો આધારકાર્ડના કામકાજ માટે આવે છે. આથી એકત્ર થતાં અરજદારોના સમુદાય ઉપર રોગચાળાનો ભય રહે છે. એટલું જ નહીં દુર્ગંધના કારણે અરજદારો, આધારકાર્ડ કેન્દ્રના સ્ટાફ, આસપાસના રહેવાસીઓ, રાહદારીઓને ભારે પરેશાની થઈ રહી છે. વિકસતી ભારત સંકલ્પ યાત્રા, સ્વચ્છતા ઝુંબેશ વિગેરે સરકારી કાર્યક્રમોમાં તંત્રના જવાબદાર અધિકારીની હાજરીમાં તંત્રના જ સ્ટાફ દ્વારા સઘન અને વ્યવસ્થિત કામગીરી કરવાની જરૃર છે... બાકી સત્તાધારી પક્ષના નેતાઓને સાથે રાખીને થતી કે કહેવાતી કામગીરી માત્રને માત્ર ફોટોસેશન સાથે પ્રસિદ્ધ અને પ્રચારના ખેલ જ પૂરવાર થશે...!
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial