Advertisement
Author: નોબત સમાચાર

ગુલાબનગર નજીક ઓવરબ્રીજ પરથી મોટર ખાબકીઃ સદ્દનસીબે જાનહાનિ ટળી

એકઠાં થયેલા ટોળાએ ચાલકને બહાર કાઢ્યો

જામનગર તા.૦૭ઃ જામનગરના ગુલાબનગર નજીકના ઓવરબ્રીજ પરથી ગઈ રાત્રે એક મોટર તેના ચાલકના કાબૂ બહાર ગયા પછી પુલ પરથી ખાબકી હતી. સદ્નસીબે આ અક્સ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. એકઠાં થયેલા લોકોએ ઊંધી પડેલી મોટરમાંથી તેના ચાલકને બહાર કાઢ્યો હતો.

જામનગરની ભાગોળે આવેલા ગુલાબનગર નજીકના ઓવરબ્રીજ પરથી ગઈરાત્રે હોન્ડા કંપનીની સિટી મોટર પૂરપાટ ઝડપે પસાર થઈ હતી. તેના ચાલકે કોઈ કારણથી પુલની મધ્યમાં પહોંચ્યા પછી સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા મોટર પુલ પરથી નીચે ખાબકી ગઈ હતી.

આ વેળાએ પુલ પરથી પસાર થતાં અન્ય વાહનો થંભવા માંડ્યા હતા. પુલ નીચે દોડી ગયેલા લોકોએ ઊંધી પડેલી મોટરમાંથી તેના ચાલકને બહાર કાઢવાના પ્રયાસો શરૃ કર્યા હતા. ઊંચાઈ પરથી પડવા છતાં અને મોટર ઊંધી પડી ગઈ હોવા છતાં તેના ચાલકનો બચાવ થયો છે. બનાવની જાણ થતાં ગુલાબનગર પોલીસચોકીનો સ્ટાફ પણ દોડી ગયો હતો. આ અક્સ્માતમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh