Advertisement
Author: નોબત સમાચાર

નાના ભાઈના નિધન પછી પરિવારની ચિંતામાં ગરકાવ રહેતા જામજોધપુરના પ્રૌઢનો ગળાફાંસો

નગરમાં યુવાનનું અકળ કારણથી વિષપાનઃ મૃત્યુઃ પોપકોર્ન વેચતા હતાઃ

જામનગર તા. ૭ઃ જામજોધપુરના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા એક પ્રૌઢે ગઈકાલે ગળાફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો છે. તેમના નાના ભાઈએ ચારેક મહિના પહેલા આત્મહત્યા કરી હતી તે પછી આ પ્રૌઢ પરિવાર વિશેની ચિંતા કરી સતત ગુમસુમ રહેતા હતાં. તેના કારણે તેઓએ ગળાફાંસો ખાઈ લીધાનું પોલીસમાં જાહેર થયું છે. જ્યારે નગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાને કોઈ અકળ કારણથી ઝેરી દવા પી લીધા પછી તેઓનું ટૂંકી સારવારના અંતે મૃત્યુ થયું છે. તેમના મોટાભાઈનું પોલીસે નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક તળાવની પાળે પોપકોર્ન વેચવાનો વ્યવસાય કરતા હતાં.

જામજોધપુર શહેરમાં આવેલા સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રેસોરન્ટવાળી શેરીમાં રહેતા જયેશભાઈ ચંદુલાલ ખાંટ નામના બાવન વર્ષના પટેલ પ્રૌઢે ગઈકાલે સાંજે સાડા ચારેક વાગ્યે પોતાના ઘરમાં એક ઓરડામાં આવેલા પંખાના હુંકમાં ચાદર વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ થતાં તેમના પરિવારજનોએ જયેશભાઈને નીચે ઉતારી ચકાસતા તેઓ મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતાં.

આ બનાવની પોલીસને જાણ કરાતા જામજોધપુરના જમાદાર એસ.આર. પરમાર દોડી આવ્યા હતાં. તેઓએ મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકના પરિવારના હિરેનભાઈ ભગવાનજીભાઈ ખાંટનું નિવેદન નોંધ્યું છે. તેમાં જણાવવામાં આવ્યા મુજબ જયેશભાઈના નાનાભાઈએ ચારેક મહિના પહેલા ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. તે પછી પરિવારનું ટેન્શન અનુભવતા જયેશભાઈ સતત ગુમસુમ રહેતા હતાં તેના કારણે તેઓએ ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં. ૪પ માં આવેલા સુભાષપરામાં રહેતા વિજયભાઈ કિશોરભાઈ કનખરા નામના બત્રીસ વર્ષના ભાનુશાળી યુવાને ગઈકાલે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતા તેમના મોટાભાઈ સુનિલભાઈએ તેઓને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. ત્યાં શરૃ કરાયેલી સારવાર કારગત નિવડે તે પહેલા વિજયભાઈનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસે સુનિલભાઈનું નિવેદન નોંધી અપમૃત્યુ અંગે નોંધ કરી છે. આ યુવાને અકળ કારણથી ઝેરી દવા ગટગટાવી હોવાનું પ્રાથમિક તારણ કાઢી પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૃ કરી છે. મૃતક યુવાન દ્વારા થોડા સમય પહેલા એક ફ્લેટનો સોદો કરવામાં આવ્યો હતો. તેની સુથી પેટે રૃા. ૫૦ હજાર આપ્યા પછી તેમાં અડચણ આવતા ખરીદનાર તથા વેંચનાર વચ્ચે ખટરાગ થયા પછી વિજયભાઈએ વિષપાન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે તે અંગે તપાસ આદરી મૃતક યુવાન રણમલ તળાવની પાસે પોતાના પિતા સાથે પોપકોર્ન વેચવાનો વ્યવસાય કરતા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh