Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના દરિયાકિનારે માછીમારોની સુવિધાઓને લઈને રજૂઆતો પછી
જામનગર તા. ૪ઃ જામનગરના દરિયા કિનારે માછીમારોની સુવિધા માટે થયેલ રજુઆત અન્વયે મત્સ્ય ઉદ્યોગ કમિશનરની કચેરીના ઈજનેરોની ટીમે જામનગરની મુલાકાત કરી હતી.
ગત તા. ૨-૧૨-૨૩ ના ગાંધીનગરથી મત્સ્યોદ્યોગ કમિશનર કચેરીના ઈજનેર દિપક પટેલ તથા પાર્થ બારોટ જામનગર આવ્યા હતાં અને માછીમારો માટે નવી બર્નલ જેટીનું નિરીક્ષણ કર્યું હતું. માછીમારો માટે બંદરમાં કોઈ સુરક્ષા અને સુવિધા નહીં હોવાથી માછીમારો દ્વારા ઉપરાંંત અનવર સંધારે પણ સરકાર સમક્ષ રજુઆત કરી હતી જેના અનુસંધાને આ ટીમ જામનગર આવી હતી અને બંદરની મુલાકાત કરી માહિતી મેળવી હતી.
આ મુલાકાત સમયે જામનગરની મત્સ્ય ઉદ્યોગ કચેરીના અધિકારી જે.પી. તોરણીયા, મદદનીશ મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક જે.બી. બારડ, સામાજિક કાર્યકર અનવર સંઘાર, પૂર્વ કોર્પોરેટર ઉંમરભાઈ ચમડીયા તથા અબ્બાસ ભગાડ, બિલાલ સંધાર, કાસમ સંધાર, ભાયા અસગરભાઈ, આમદ સેડાન, અનવર ગાધ, કાદરભાઈ અને દાઉદભાઈ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial