Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા નગરપાલિકા નાદાર
સલાયા તા. ૭ઃ સલાયા નગરપાલિકાની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે અને નાદાર જેવી સ્થિતિમાં ન.પા. દ્વારા પીજીવીસીએલને લાઈટ વિતરણના રૃા. પ૦ લાખ જેવી જંગી રકમ ચૂકવવાની બાકી હોવાથી વીજતંત્રએ વીજજોડાણ કાપી નાંખ્યા હોવાનું જાણવા મળે છે.
સલાયામાં છેલ્લા ચાર-ચાર દિવસથી તમામ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે. એક તરફ શિયાળાની ઋતુમાં સૂર્યાસ્ત પહેલા થઈ જવાથી અંધારૃ છવાઈ જાય છે ત્યારે ન.પા.ના વહીવટી કારણોસર અંધારપટ થઈ જાય છે. આ સંજોગોમાં સલાયામાં મહિલાઓ, વૃદ્ધોને રાત્રિના સમયે ભારે પરેશાની ભોગવવી પડી રહી છે.
સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધા અચાનક બંધ કરી પ્રજાને મુશ્કેલીમાં મૂકવી કેટલું યોગ્ય ગણાય? ન.પા.એ તાકીદે વીજબીલના નાણા ભરી પાવર સપ્લાય ચાલુ કરાવવો જોઈએ તેવી ઉગ્ર લોકમાંગણી ઊઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial