Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમની અનોખી પહેલ

કોઈપણ ઉંમરની કોમાગ્રસ્ત વ્યક્તિને પણ સંસ્થામાં આશ્રય-સારવારની સુવિધા

રાજકોટ તા. ૭ઃ દેશના કોઈ પણ ખૂણે નિરાધાર વૃદ્ધ, લાચાર, પથારિવશ વૃદ્ધોને હવે રાજકોટમાં આશરો મળવાની સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે. રાજકોટમાં સદભાવના વૃદ્ધાશ્રમ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બને છે. સદભાવના વૃદ્ધાશ્રમમાં વડીલોને આશરો મળવાની સાથે સાથે તેની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે.

વૃદ્ધાશ્રમ એ ભારતીય સંસ્કૃતિ નથી જ પરંતુ આજનાં કળીયુગની જરૃરિયાત તો છે જ. કમનસીબે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તુટતા જતા ઘણા વ્યકિતઓ નિરાઘાર બનતા જાય છે. માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા સાત વર્ષથી સદભાવના વૃદ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃદ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૃરિયાતવાળા વૃદ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃદ્ધાશ્રમમાં દાખલ થતા જરૃરિયાતમંદ વૃદ્ધ વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતું નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામૂલ્યે આપવામાં આવે છે. ગુજરાતનાં સૌથી મોટા આ વૃદ્ધાશ્રમમાં હાલ ૫૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહ્યાં છે. તેમાંથી ૧૮૦ વડીલો પથારીવશ (ડાઇપર વાળા) છે.

સાવ પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળું પણ કોઈ ન હોય, જે કોમામાં હોય, એકલવાયી-નિરાધાર હાલતમાં પોતાનું જીવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા  વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) માટે સદભાવના વૃદ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૃ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વ્યક્તિઓ (કોઈપણ ઉંમરનાં) ને પણ સદ્ભાવના વૃદ્ધાશ્રમ પોતાની ફરજનાં ભાગરૃપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહ્યો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે. પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ, કોમામાં હોય એવા વડીલો તેમજ કોમામાં રહેલા કોઈપણ ઉંમરનાં વ્યક્તિઓને જોવા મળે તો તેમને સદ્ભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ સુધી પહોંચાડવા સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh