Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટી.બી. અને સિકલ સેલની આરોગ્ય તપાસણી યોજાઈઃ
જામનગર તા. ૭ઃ રાજ્યભરમાં અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રજીતપર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારીને તેનું સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનોની ટી.બી. અને સિકલ સેલની આરોગ્ય તપાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય કેમ્પમાં ૧૭ ગ્રામજનો જોડાયા હતાં. 'મેરી કહાની મેરી જુબાની' અંતર્ગત લાભાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતાં તેમજ આયુષ્માન કાર્ડનું વિતરણ, પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ, સોઈલ હેલ્થ કાર્ડ નિદર્શન, વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ અન્ય સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉક્ત કાર્યક્રમમાં આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ, અધિકારીગણ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial