Advertisement
Author: નોબત સમાચાર

સ્ટાર્ટઅપ કોન્કલેવ-ર૦ર૩ નો પ્રારંભ

ગાંધીનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં

ગાંધીનગર તા. ૭ઃ ગુજરાતના પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સ્ટાર્ટઅપ કોન્કલેવ-ર૦ર૩ નો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આરંભ થયો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન તેમજ કેન્દ્રિય રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ખાસ હાજર રહ્યા છે.

યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સમાં ગુજરાતના વેપારીઓએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો છે. આ કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ભારતમાં છેલ્લા ૯ વર્ષમાં અનેક બદલાવ થયા છે. પીએમ મોદીએ નવા ભારતની બુનિયાદ મૂકી છે. સ્ટાર્ટઅપમાં યુવાનોએ અલગ ઓળખ ઊભી કરી છે. સ્ટાર્ટઅપ અને ઈનોવેશન યુવાનોનો જીવનમંત્ર છે. કેન્દ્રની યોજના લાગુ કરવામાં ગુજરાત અવ્વલ છે. યુવાઓના સપના પૂર્ણ કરવાની પીએમ મોદીની ગેરંટી છે. કોન્કલેવમાં ગુજરાતમાં રોકાણ વિશે ચર્ચા થઈ છે તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માર્કેટ અને ફન્ડીંગ વિશે પણ ચર્ચા થઈ છે.

ગુજરાતના મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આઈ હબ નામનું મોટું પ્લેટફોર્મ આપણે એના માટે ઊભું કર્યું છે અન્ય દેશોમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આ પ્રણાલી શરૃ થઈ છે. આજે આપણે વિશ્વમાં ત્રીજા નંબર પર પહોંચી ગયા છીએ. યુવાનોને નવા આઈડિયા હોય એને પ્લેટફોર્મ નહોતું મળતું. ગુગલ ફેસબુક જેવાની શરૃઆત પણ આવી રીતે થઈ છે.

આ રાઉન્ડ ટેબલ બેઠક અને સ્ટાર્ટ અપ કોન્કલેવમાં સ્ટાર્ટઅપ્સને વધુ સરળ અને અનુકૂળ વાતાવરણ પૂરૃં પાડવાના હેતુથી નિયમનકારી સુધારા કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ એન્હાન્સ મેન્ટ પર ભાર મૂકવામાં આવશે. ભારત અને ગુજરાતમાં વેન્ચર કેપિટલ અને પ્રાઈવેટ ઈક્વિટી રોકાણની સ્થિતિની સમીક્ષા તેમજ ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઈન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. તદુપરાંત આ કોન્કલેવમાં ઈનોવેશન અને રિસર્ચ માર્કેટ એક્સેસ ભંડોળ અને નાણાકીય સમાવેશ તેમજ સ્ટાર્ટઅપના ચેલેન્જિસ વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh