Advertisement
Author: નોબત સમાચાર

ચેન્નઈમાં ચક્રવાત મિચોંગથી તબાહીના દૃશ્યો સતત વરસાદના કારણે અનેક શહેરો જળબંબાકાર

કેન્દ્ર સરકાર પાસે રૃા. પ૦૬૦ કરોડ પૂર રાહતની માંગ

ચેન્નાઈ તા. ૭ઃ ચક્રવાત મિચોંગે તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. સતત મુશળધાર વરસાદને કારણે રાજ્યના અનેક શહેરો જળબંબાકાર બની ગયા છે. સૌથી ખરાબ સ્થિતિ રાજધાની ચેન્નાઈની હતી, જ્યાં એરપોર્ટ રન-વે અને લોકોના ઘર વરસાદી પાણીથી ભરાઈ ગયા હતાં. મિચોંગના વિનાશને બે દિવસ વીતી ગયા હોવા છતાં અહીંના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગત બુધવારે પણ લોકોને પાણી ભરાવા અને વીજકાપ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આથી સ્થિતિમાં સ્થાનિક રાહત અને પુનર્વસનના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. તે જ સમયે, સરકારનુ કહેવું છે કે થોડા વરસાદ અને તેજ પવનને કારણે કેટલાક વિસ્તારોમાં ઈલેક્ટ્રિક વાયર પાણીમાં પડી ગયા છે, તેથી સાવચેતીના ભાગરૃપે, વીજળી કાપી નાખવામાં આવી છે, જો કે પરિસ્થિતિને જલદી સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મિચોંગના લીધે પડેલા વરસાદને કારણે વેલાચેરી અને તાંબરમ સહિત અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગત બુધવારે પણ સમસ્યાઓના કારણે લોકો ઘર છોડીને સલામત સ્થળે ગયા હતાં. આ દરમિયાન તેમણે રસ્તાઓ પર ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. આથી સ્થિતિમાં લોકોએએ વહીવટીતંત્રને બોટ મોકલવા સહિત અન્ય મદદ માટે વિનંતી કરી છે. વરસાદના કારણે લોકો રાહત છાવણીમાં રહે છે. વરસાદને કારણે ૬ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. બચાવકર્મીઓ દ્વારા ઘણાં લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે ત્યાંની સ્થિતિ જાણવા માટે ઘણા પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી હતી અને રાહત શિબિરોમાં રહેતા લોકોને જરૃરી વસ્તુઓનું વિતરણ પણ કર્યું હતું. તેમજ પાણી કાઢવાના પ્રયાસોની માહિતી લીધી હતી. સીએમએ કેન્દ્ર સરકાર પાસેથી મદદની અપીલ કરી છે, તેમણે કેન્દ્ર સરકારને પત્ર લખીને પ,૦૬૦ કરોડ રૃપિયાની પૂર રાહત રકમ જાહેર કરવાની માંગ કરી છે.

માહિતી અપતાં રાજ્યના મુખ્ય સચિવ શિવદાસ મીણાએ જણાવ્યું હતું કે વિસ્તારોમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે અને પીવાના પાણીની સપ્લાય પણ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો સંપૂર્ણ રીતે તૈયાર છે. લોકોને ખોરાક અને દૂધ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવ્યા છે. તેમણે એમ પણ જણાવ્યું કે જે વિસ્તારોમાં સૌથી વધુ અસર થઈ છે. ત્યાં બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. ડૂબી ગયેલા વિસ્તારોમાં ર૦૦ થી વધુ બોટ તૈનાત કરવામાં આવી છે.

મુખ્ય સચિવે એક પણ કહ્યું કે વિવિધ જિલ્લાઓમાં ૩૭ર રાહત કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જેમાં લગભગ ૪૧,૪૦૦ લોકો રહે છે. તેમણે એક પણ કહ્યું કે ચાર જિલ્લાઓમાં વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. જેમાં ચેન્નાઈ, તિરૃવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપેટનો સમાવેશ થાય છે, જ્યાં ૮૦૦ થી વધુ વિસ્તારો પાણીથી ભરેલા છે. લગભગ ૧૯,૦૦૦  લોકોને આ સ્થળોએથી બહાર કાઢીને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે.

વરસાદ બાદ વિમાનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્યું હતું. જે હવે ફરી શરૃ કરવામાં આવ્યું છે. દક્ષિણ રેલવેએ ઘણી રેલ સેવાઓ રદ કરી છે. જ્યારે ઘણી ટ્રેનોના રૃટ બદલવામાં આવ્યા છે. જો કે, રેલવેએ ગુરૃવારથી ચેન્નાઈ બીચ-ચેંગલપેટ અને ચેન્નાઈ સેન્ટ્રલ-અરક્કોમન અને ચિંતાદ્રિપેટ-વેલ્લાચેરી રૃટ પર સેવાઓ શરૃ કરવાની જાહેરાત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh