Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વર્ષ-૧૯૮૭ના બ્લેક મન્ડેની જેમ
નવી દિલ્હી તા. ૭: હોંગકોંગ- જાપાન- ચીન- કોરિયા શેરબજારમાં ભારે હાહાકાર મચ્યો છે, કારણ કે શેરબજારમાં ૮% ઘટાડો નોંધાયો છે. અમેરિકન શેરબજારથી લઈને એશિયન શેરબજારો સુધી બધા જ ઘટયા છે. બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. આનાથી રોકાણકારોમાં ભયનો માહોલ સર્જાયો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની વિશ્વભરના બજારો પર મોટી અસર પડી રહી છે. સોમવારે એશિયન શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. બજાર ખુલતાની સાથે જ જાપાનના નિક્કીમાં ૨૨૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો. એક કલાક પછી, તે ૭.૧ ટકા ઘટીને ૩૧,૩૭૫.૭૧ પર બંધ થયો. દક્ષિણ કોરિયાનો કોસ્પી ૫.૫ ટકા ઘટીને ૨,૩૨૮.૫૨ પર બંધ રહૃાો હતો જ્યારે ઓસ્ટ્રેલિયાનો એસ એન્ડ પી- એએસએકસ ૨૦૦ પણ ૬.૩ ટકા ઘટીને ૭,૧૮૪.૭૦ પર બંધ રહૃાો હતો.
હોંગકોંગ શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ ૯ ટકાથી વધુ ઘટયો. શુક્રવારે, યુએસ નાસ્ડેક ૬ ટકાના ઘટાડા સાથે બંધ થયો. એવો અંદાજ છે કે જો આ ઘટાડો ભારતીય શેરબજારમાં થયો હોત, તો સીધો ૧૪૦૦ પોઈન્ટનો ઘટાડો થયો હોત.
શેરબજારમાં ઘટાડા પર ટ્રમ્પે કહૃાું હતું કે જો બાઈ૦નના કાર્યકાળ દરમિયાન અન્ય દેશોએ અમેરિકા સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ આપણા નબળા નેતૃત્વને કારણે થયું.
ટ્રમ્પની જાહેરાત બાદ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન શેરબજારથી લઈને એશિયન શેરબજારો સુધી, બધા જ ઘટયા. બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં પણ તીવ્ર ઘટાડો થયો. આનાથી રોકાણકારોમાં ડર પેદા થયો છે કે ટેરિફથી ફુગાવો વધશે અને અર્થતંત્ર મંદી તરફ આગળ વધી શકે છે.
શેરબજારના વિશેષજ્ઞ જિમ ક્રેમરે ચેતવણી આપી હતી કે યુએસ બજારો ૧૯૮૭ જેવી જ વિનાશનો સામનો કરી શકે છે, જ્યારે ડાઉ જોન્સમાં અત્યાર સુધીનો સૌથી મોટો એક દિવસનો ઘટાડો જોવા મળ્યો હતો. એક ટીવી શોમાં ક્રેમરે જણાવ્યું હતું કે સોમવારે પ્રથમ ટ્રેડિંગ દિવસે ૧૯૮૭ના ''બ્લેક મન્ડે'' પછીનો સૌથી ખરાબ એક દિવસીય ઘટાડો થઈ શકે છે. જ્યારે અમેરિકાના ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજના નેતૃત્વમાં વિશ્વભરના બજારોમાં તીવ્ર ઘટાડો થયો હતો.
તેમણે દાવો કર્યો હતો કે જો અમેરિકન રાષ્ટ્રપતિ એવા દેશોનો સંપર્ક નહીં કરે જેમણે અમેરિકા પર બદલો લેવા માટે ટેરિફ લાદ્યો નથી, તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે ૧૯ ઓક્ટોબર, ૧૯૮૭ સોમવાર હતો અને આ દિવસે અમેરિકન શેરબજારમાં ભારે વિનાશ થયો હતો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ ૨૨.૬ ટકા ઘટયો. એટલું જ નહીં, એસ એન્ડ પી -૫૦૦ ઇન્ડેક્સ ૨૦.૪% ઘટયો હતો અને તેની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી હતી. હવે જીમ ક્રેમરે કહૃાું છે કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી બજારમાં ૧૯૮૭ પછીનો સૌથી મોટો ઘટાડો થઈ શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial