Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં શહેર ભાજપ પરિવાર દ્વારા સમગ્ર ચાંદીબજાર વિસ્તારને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. ઉપરાંત ચાંદી બજારની ફરતે ચોકમાં મંડપ લાઇટીંગ ઊભા કરીને શોભાયાત્રાના રૂટને રંગબેરંગી રોશનીથી ઝળહળતો કરી દેવાયો હતો. ઉપરાંત ચાંદી બજાર સર્કલની મધ્યમાં ૨૫ ફૂટના કદનું ભગવાન શ્રીરામનું મોટું કટાઉટ લગાવાયું હતું, અને તેની ફરતે પણ રોશની કરાઈ હતી. જે સૌ નગરજનોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, અને તેની સાથે અનેક લોકોએ સેલ્ફી પણ પડાવી હતી. આ સ્થળે શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીની રાહબરી હેઠળ જામનગર દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ઉત્તર વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઇ પટેલ, ઉપરાંત પૂર્વ પ્રમુખ હસમુખ હિંડોચા, હિતેનભાઈ ભટ્ટ, મુકેશભાઈ દાસાણી, ડો. વિમલભાઈ કગથરા, પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, વાઇસ ચેરમેન દિનેશભાઈ આલ, પૂર્વ ચેરમેન, મનીષભાઈ કનખરા અને આકાશભાઈ બારડ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષભાઈ કટારીયા, ઉપપ્રમુખ ગોપાલભાઈ સોરઠીયા તેમજ પૂર્વ મહામંત્રીઓ, અને શહેરના અન્ય હોદેદારો ઉપરાંત શહેર ભાજપના નગર સેવકો જુદા-જુદા સેલ અને મોરચાના હોદ્દેદારો, તમામ વોર્ડના પ્રમુખો અને વિશાળ સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહૃાા હતા, અને રામ સવારીનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. જેમાં ગણેશ મરાઠા મંડળનો પણ સહયોગ રહૃાો હતો, અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું. ઉપરાંત આતશબાજી દ્વારા રામ સવારીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સમગ્ર ચાંદી બજારને ધજા-પતકા અને રોશનીથી સજજ કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial