Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સવા લાખના દાગીનાની ચોરી કરી વેચાણ આદરી તજવીજઃ
જામનગર તા.૭ : જામનગરના સિક્કામાં રહેતા એક પરપ્રાંતીય મહિલાના મકાનમાં કામ કરવા આવતા મહિલાએ એકાદ મહિનામાં તે મકાનમાંથી રૂપિયા સવા લાખ ઉપરાંતના સોનાના દાગીના ચોરી કરી તેમાંથી એક દાગીનો વેચવાની તજવીજ કરતા વેપારીની સતર્કતાના કારણે ફરિયાદ થવા પામી છે. આ મહિલા કર્મચારીએ શકદાર તરીકે કામવાળાબેનનું નામ આપી પોલીસનું શરણું લીધુ છે.
જામનગર તાલુકાના સિકકા ગામમાં આવેલી ડીસીસી કોલોનીમાં વસવાટ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના સુંદરગઢ જિલ્લાના વતની નિર્મલાબેન જયોર્જ લગુન નામના ક્રિશ્ચયન મહિલાએ પોતાના મકાનમાં ગઈ તા.૧ માર્ચથી તા.પ એપ્રિલ દરમિયાન સોનાના રૂપિયા સવા લાખના દાગીનાની ચોરી થઈ ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ નિર્મલાબેન ડીસીસી કંપનીમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેઓએ પોતાના ઘરમાં કચરા પોતા કરવા માટે સિક્કા ગામના ખતીજાબેન નામના મહિલાને કામ પર રાખ્યા હતા. તેથી ઘરની એક ચાવી ખતીજાબેનને પણ આપી રાખી હતી.
તે દરમિયાન ગઈ તા.૫ના દિને જામનગરના એક વેપારીએ ફોન કરીને નિર્મલાબેનને જાણ કરી હતી કે, એક મહિલા તેમની પાસે સોનાના ઈયરીંગ વેચવા આવ્યા છે અને તેના બીલમાં આ નંબર લખેલા છે તેથી તમને જાણ કરૂ છું તે વિગતથી ચોંકી ગયેલા નિર્મલાબેને પોતાના ઘરે જઈ તપાસ કરતા લાકડાના કબાટમાં રાખવામાં આવેલી તિજોરીમાંથી ઈયરીંગ સહિતના કેટલાક દાગીના ગુમ હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યાંથી સોનાનો ચેઈન, ઈયરીંગ તથા બે સિક્કા, ત્રણ ગ્રામનો બીજો ચેઈન, હાથમાં પહેરવાની રીંગ અને ચાંદીનો સિક્કો ન જોવા મળતા નિર્મલાબેને પોતાના કામવાળા ખતીજાબેન સામે કુલ રૂ.૧,૨૮,૬૫૪ના દાગીનાની ચોરી કરવા અંગે રાવ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial