Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમગ્ર રાજ્યમાં શહેર-તાલુકાઓમાં હોદ્દેદારો નિમાયા
જામનગર તા. ૭: રાજ્યભરમાં દરેક શહેર-જિલ્લા, તાલુકામાં ભાજપ દ્વારા હોદ્દેદારોની નિમણુક કરવામાં આવી રહી છે. તેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ શહેર-તાલુકા અને ખંભાળીયા શહરેના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે.
જેમાં ખંભાળિયા શહેરમાં પ્રમુખ તરીકે મિલન કિરતસાતા, મહામંત્રી તરીકે મુકેશ કાનાણી અને હસુભાઈ ધોળકિયા, ઉપપ્રમુખ તરીકે વિપુલભાઈ જોષી, કીરણબા જાડેજા, પૂનમબેન ચાવડા, કિરીટભાઈ ખેતિયા, વિજ્યાબેન કણઝારિયા અને રાજ મોદી તેમજ મંત્રી તરીકે મોનાબેન મહેતા, ભાર્ગવભાઈ ઘઘડા, પાર્થભાઈ દાવડા, જીતુભાઈ ગઢવી, આલીબેન માતંગ, સુરેશભાઈ નકુમ અને કોષાધ્યક્ષ તરીકે નીતિનભાઈ પીઠિયાનો સમાવેશ કરાયો છે.
ભાણવડ તાલુકામાં ભાજપના હોદ્દેદારોના પ્રમુખ તરીકે અલ્પેશભાઈ પાથર, મહામંત્રી ભરતભાઈ પીંડારિયા અને જયેશભાઈ જેઠવા, ઉપપ્રમુખ પદે અસ્મિતાબેન ગોજિયા, પરસોત્તમભાઈ લીંબડ, રસિકભાઈ નકુમ, ગોવાભાઈ કરમૂર, ધનસુખભાઈ પીપરોતર અને પરેશભાઈ સિતાપરા, તથા મંત્રી તરીકે મુકેશભાઈ, મધુબેન માણાવદરિયા, જ્યોત્સનાબેન કરમુર, ભૂપતભાઈ કંટારિયા, શાંતિબેન ખુંટી, રિટાબેન ગોહિલ, તથા કોષાધ્યક્ષ તરીકે વિજયસિંહ વાળાની વરણી કરવામાં આવી છે.
ભાણવડ શહેરમાં ભાજપના હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે અજયભાઈ કારાવદરા, મહામંત્રી તરીકે સંજયભાઈ કણઝારિયા અને ભાલચંદ્રભાઈ ભટ્ટ, ઉપપ્રમુખ પદે ડી.સી. ખાખરિયા, બિપીનભાઈ પંડ્યા, પ્રદ્યુમનસિંહ જાડેજા, હિનાબેન ભારથી, જયંતિલાલ મેઘપરા અને પ્રજ્ઞાબેન પરમાર, મંત્રી તરીકે ગીતાબેન ગાજણોતર, દિવ્યાબેન ગઢવી, વિજ્યાબેન મકવાણા, કિશનભાઈ ડાંગર, નયનાબેન ચૌહાણ અને મિતેષભાઈ વાઘેલા અને કોષાધ્યક્ષ તરીકે દેવજીભાઈ મકવાણાની નિમણૂક કરવામાં આવી છે.
દેવભૂમિ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ ઉચ્ચ પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી આ નિમણૂક કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial