Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા
ખંભાળિયામાં ગઈકાલે શ્રીરામ નવમીના શ્રીરામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં લોકો, ભાવિકો, ધર્મપ્રેમી જનતા તથા મહિલાઓ પણ મોટા સમૂહમાં જોડાયા હતાં.
ખંભાળિયામાં નગર ગેઈટ પાસેના શ્રીરામ મંદિરેથી ભગવાનની આરતી કરીને શોભાયાત્રા રવાના થઈ હતી તથા શહેરના નગરગેઈટ, બરછા પાડો, લુહારશાળ, મેઈન બજાર, વિજય ચોક, શાક માર્કેટ, જોધપુર ગેઈટ, શારડા સિનેમા રોડ થઈને આ શોભાયાત્રા રાત્રે ફરી શ્રીરામ મંદિરે પૂર્ણ થઈ હતી જ્યાં મહાઆરતી થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો જોડાયા હતાં.
શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત થયું હતું તથા શહેરના આગેવાનો પણ શોભાયાત્રા સત્કારમાં તથા પૂજામાં જોડાયા હતાં તથા યુવાનો અને યુવતીઓ શોભાયાત્રામાં રાસની રમઝટ તથા તલવારબાજી કરી હતી. શોભાયાત્રાના રૂટને કેશરી ધજા પતાકા, સ્વાગત કમાનોથી શણગારાયો હતો તથા ભગવાન રામ-લક્ષ્મણ-સીતાની વેશભૂષા સાથે પણ યુવાનો જોડાયા હતાં તથા ગરમીની ઋતુ હોય, અનેક સ્થળે છાશ તથા ઠંડા પીણાથી શોભાયાત્રાનું સ્વાગત થયું હતું તથા પોલીસ બંદોબસ્ત ચૂસ્ત રાખવામાં આવ્યો હતો.
સેવાભાવીઓની ટીમનું સ્વાગત-સન્માન
છેલ્લા વીસ વર્ષથી શોભાયાત્રામાં હંમેશાં અગ્રેસર તથા પાલખી શણગારવાના કાર્યમાં જોડાતા મહેન્દ્રસિંહ જાડેજા તથા જગદીશભાઈ ચાવડા, નરેશભાઈ પરમાર, મુકેશભાઈ ગોહિલનું શ્રીરામની પ્રતિકૃતિથી સન્માન કરવામાં આવ્યું હતું.
ખંભાળિયા શહેરના નગરગેઈટ, મોરલી મંદિર, લુહારશાળ, રંગમહેલ શાળા, ગુગળી ચકલો, માડી ટીબો, ગાંધીચોક, કલ્યાણરાયજી મંદિર, રાજકીય રોડ, વિવેકાનંદ માર્ગ વિગેરે અનેક સ્થળે ધર્મપ્રેમી લોકો, બાળકો, બહેનો, સંતો, મહંતો, વિવિધ ધૂનમંડળો, યુવક મંડળો, સત્સંગ મંડળો, વેપારી એસો., ડોક્ટરો, વકીલો, વેપારીઓ જોડાયા હતાં. વિ.હિ.પ. તથા બજરંગદળના કાર્યકરો તથા હોદ્દેદારો વિનોદભાઈ બરછા, પ્રવીણસિંહ કંચવા, ભમબાપુ, કલાપી પંડ્યા, મહેશભાઈ બારોટ, મિલન વારિયા, સાહીલ રાયચુરા, પરેશભાઈ કુંડલિયા, ઘનશ્યામસિંહ વાઢેર, હિતેષભાઈ રાયચુરા, નરેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારાખાસ જહેમત ઊઠાવી હતી.
ખંભાળિયા શહેરના અગ્રણીઓ, ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ ગઢવી, શહેર પ્રમુખ મિલન કીરતસાતા, અગ્રણીઓ રેખાબેન ખેતિયા, કિરીટભાઈ ખેતિયા, હસુભાઈ ધોળકિયા, મુકેશભાઈ કાનાણી, મહેશભાઈ, રાડિયા, લાલજીભાઈ ભૂવા, રમણિકભાઈ રાડિયા, ભરતભાઈ મોટાણી, નીતિનભાઈ ગણાત્રા, જગાભાઈ પરમાર, ઈન્દ્રજીતસિંહ પરમાર, પરેશભાઈ મહેતા, અનિલભાઈ તન્ના, કિશોરભાઈ દત્તાણી, પૂર્વ પાલિકા પ્રમુખો, મનુભાઈ પાબારી, જયસુખભાઈ મોદી, કુંજન રાડિયા, હાર્દિક મોટાણી, ભાર્ગવભાઈ, અજુભાઈ ગાગિયા, કિશોરભાઈ નકુમ, ભીખુભા જેઠવા, પૂર્વ પાલિકા પ્રમુખ શૈલેષભાઈ કણઝારિયા, પિયુષભાઈ કણઝારિયા, ધીરૂભાઈ ટાકોદરા, ચંદ્રશેખરભાઈ બુદ્ધભટ્ટી, મનોજભાઈ રાજ્યગુરુ વિગેરે જોડાયા હતાં.
રામ મંદિરોમાં વિશેષ પૂજા દર્શન માટે ભવિકો ઉમટ્યા
રામજન્મ નિમિત્તે ખંભાળિયામાં નગરગેઈટ પાસેના શ્રીરામ મંદિર, વિજય ચોક પાસેના શ્રીરામ મંદિર, મહાદેવવાડા વિસ્તારમાં શ્રીરામધૂન મંડળના શ્રીરામ મંદિર તથા જલારામ મંદિરમાં આવેલા શ્રીરામ મંદિરમાં વિશેષ દર્શન તથા પૂજા યોજાઈ હતી તથા વિશેષ રામધૂનનું પણ આયોજન થયું હતું તથા મોટી સંખ્યાાં સવારથી મોડી રાત્રિ સુધી ભાવિકો દર્શન માટે પણ ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial