Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કંપનીની કચેરીમાં ઘૂસી કર્મચારીને ધમકીઃ
જામનગર તા.૭ : જામનગરના એક યુવાન પાસે પૈસાની ઉઘરાણી કરી ત્રણ શખ્સે હુમલો કરી માર માર્યાે હતો અને વચ્ચે પડનાર તેના ભાઈને પણ ઠમઠોર્યાે હતો. જ્યારે ફલ્લામાં વીજ કંપનીની કચેરીમાં ધસી આવી શુક્રવારે એક શખ્સે ધમાલ મચાવ્યા પછી એક કર્મચારીને ધમકી ઠપકારી હતી.
જામનગરના બેડી બંદર રોડ પર આવેલી કૈલાશધામ સોસાયટી નજીક રવિપાર્ક પાસે રહેતા આશિષભાઈ ધીરૂભાઈ રાઠોડ નામના વાણંદ યુવાને પાંચેક મહિના પહેલા પૈસાની જરૂરિયાત ઊભી થતા રાજેશ ચાવડા પાસેથી ભાગીદારીમાં રૂ.૩ લાખ લીધા હતા.
આ પૈસાની શુક્રવારે રાત્રે યાદવનગર ઢીંચડા રોડ પર મળી ગયેલા રાજેશ ચાવડાએ ઉઘરાણી કરી હતી. આ વેળાએ આશિષે મારી પાસે હમણાં પૈસા નથી તેમ કહેતા ઉશ્કેરાયેલા રાજેશ ચાવડાએ ઢીકાપાટુથી હુમલો કર્યો હતો. જ્યારે તેની સાથે રહેલા રામશી વાઢેરે ગેસની નળીથી અને નીતિન વાઢેરે શેરડીના સાઠાથી માર માર્યો હતો. પોતાના ભાઈને બચાવવા માટે વચ્ચે પડેલા હર્ષ રાઠોડને પણ રાજેશ ચાવડાએ ગેસની નળીથી માર મારી બંને ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતની સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.
જોડીયા તાલુકાના હરિયાણા ગામમાં રહેતા અને પીજીવીસીએલ કંપનીની ફલ્લામાં આવેલી એમએમજી ગેંગ ઓફિસમાં નોકરી કરતા રાકેશભાઈ સુભાષભાઈ અસારી શનિવારે બપોરે પોતાની ઓફિસમાં હાજર હતા ત્યારે રામપર ગામનો વિશાલ હુંબલ નામનો શખ્સ આવ્યો હતો. તેણે વીજ ક્ષતિ રિપેર કરવા માટે પહેલા ફોન કરીને રાકેશભાઈને ગાળો ભાંડયા પછી ફલ્લામાં આવેલી ઓફિસે પણ ગાળો ભાંડી ઓફિસમાં પડેલો લોખંડનો ચાપડો ઉપાડી રાકેશ ભાઈને મારવા માટે ઉગામી ધક્કામૂકકી કરી હતી અને છાતીમાં ઈજા પહોંચાડી હતી. તેમજ રામપર ગામમાં હવે તમે કમ્પ્લેન સોલ્વ કરવા આવશો તો જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. રાકેશે પંચપોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial