Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીના મનદુખના કારણે કરાયો હતો હુમલોઃ
જામનગર તા.૭ : જામનગરના વિજરખી ગામમાં સાત વર્ષ પહેલાં ચૂંટણીના મનદુખના કારણે એક યુવાન પર પ્રાણઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
જામનગર-કાલાવડ માર્ગ પર આવેલા વિજરખી ગામમાં રહેતા ભરતસિંહ અમરસિંહ ઝાલા નામના શખ્સ સામે વર્ષ ૨૦૧૮માં હુમલો તથા હત્યા પ્રયાસ કરવા અંગે આઈપીસી ૩૨૩, ૩૨૫, ૩૦૭, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધાયો હતો. તે ગુન્હા ની તત્કાલિન પીએસઆઈ વૈશાલીબેન એ. આહિરે તપાસ હાથ ધર્યા પછી તે ગુન્હા અંગે અદાલતમાં ચાર્જશીટ કરતા તે ગુન્હો જામનગરની સેશન્સ કોર્ટમાં કમીટ કરાયો હતો.
ઉપરોક્ત ચાર્જશીટમાં પોલીસે મૂળ ફરિયાદી વિજય ખીમાભાઈ શિયારનું નિવેદન નોંધી આરોપી વિરૂદ્ધના પુરાવા એકઠા કરી અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. ગઈ તા.ર માર્ચ ૨૦૧૮ની બપોરે વકીલાતનો અભ્યાસ કરી રહેલા વિજય પોતાના ઘર તરફ જતા હતા તેમના મોટાભાઈ કનુભાઈ પર ભરતસિંહે ધારીયા તથા વનરાજસિંહ અમરસંગે પાઈપ વડે હુમલો કર્યાે હતો. આ વેળાએ વિજયભાઈ તથા અન્ય વ્યક્તિઓ દોડી આવતા બંને હુમલાખોર નાસી ગયા હતા. ચૂંટણીના મનદુખના કારણે ઉપરોક્ત હુમલો થયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું.
ઉપરોકત કેસ ચાલવા પર આવતા અદાલતે ફરિયાદ પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી આરોપી ભરતસિંહ અમરસિંહ ઝાલાને તકસીરવાન ઠરાવી હત્યા પ્રયાસના ગુન્હામાં પાંચ વર્ષની કેદ અને રૂ.પ હજારનો દંડ, આઈપીસી ૩૨૩ના ગુન્હામાં એક વર્ષની કેદ રૂ.૧ હજારનો દંડ, આઈપીસી ૩૨૫ના ગુન્હામાં બે વર્ષની કેદ રૂ.૧ હજારનો દંડ, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧)માં છ મહિનાની કેદ ફટકારવામાં આવી છે. જે તે વખતે તપાસ કરનાર પીએસઆઈ વી.એ. આહિરની તપાસ પછી આરોપી સામે મજબૂત પુરાવા રજૂ થઈ શક્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial