Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તળાવમાં ડૂબી જતાં નેપાળી તરૂણ મોતને શરણઃ
જામનગર તા.૭ : જામનગરના રણમલ તળાવના પાછળના ભાગમાં શુક્રવારે રાત્રે ન્હાવા ઉતરેલા કેટલાક બાળકો પૈકીનો એક તરૂણ તળાવના ઉંડાણમાં ડૂબી જઈ મોતને શરણ થયો છે. જ્યારે સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયેલા અજાણ્યા વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગરના નહેરના કાંઠા વિસ્તારમાં ન્યુ સ્કૂલ પાછળ આવેલા એમ્પાયર ટાવરમાં રહેતા હેમલાભાઈ શિવાભાઈ નેપાળી નામના યુવાનનો ૮ વર્ષનો પુત્ર કમલ તથા તેના મિત્રો શુક્રવારે રાત્રે પાછલા તળાવ પાસે આવ્યા પછી તળાવમાં ન્હાવા માટે ઉતર્યા હતા. જેમાં ઉંડાણવાળા ભાગમાં કમલ ડૂબી જતા સાથે રહેલા મિત્રોએ બૂમાબૂમ કરી હતી. દોડી આવેલી ફાયરબ્રિગેડની ટુકડીએ કમલને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં આ તરૂણને મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે તેના પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં ૬૧ વર્ષના અજાણ્યા મહિલાને પગમાં સડો થઈ જવાના કારણે સારવાર માટે આઠેક દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાનું સારવાર દરમિયાન શનિવારે રાત્રે મૃત્યુ થયું છે. નવાગામ ઘેડમાં રહેતા સુલતાન હસનઅલી પોપટિયાએ પોલીસને જાણ કરી છે. પીએસઆઇ વીએન ગઢવીએ મૃતદેહનો કબજો સંભાળી પીએમમાં ખસેડ્યો છે અને મૃતક મહિલાની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial