Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સત્તર વર્ષ પહેલાં નોંેંધાયો હતો ગુન્હોઃ
જામનગર તા.૭ : કલ્યાણપુરના લાંબા ગામની સીમમાંથી ૧૭ વર્ષ પહેલાં ખનીજચોરી પકડી પાડવામાં આવી હતી. તે ગુન્હાના બે આરોપીને ત્રણ-ત્રણ વર્ષની અને એક આરોપીને ગેરકાયદે રીતે એક્સપ્લોઝીવનો ઉપયોગ કરવા બદલ ૧૦ વર્ષની સજા ફટકારાઈ છે.
કલ્યાણપુર તાલુકાના લાંબાની સીમમાં વર્ષ ૨૦૦૮-૦૯માં તંત્ર દ્વારા કરવામાં આવેલા ચેકીંગમાં જેસા લાખા ચેતરીયા નામના આસામી દ્વારા એક લીઝ વિસ્તારની બાજુમાં ખોદકામ કરી ખનીજ ખનન કરાયું હોવાનું ખૂલ્યું હતું. મુકેશ મનહરલાલ પંડયા નામના શખ્સે ત્યાં બ્લાસ્ટીંગ કરાવી રમેશ ગોવિંદ ધોકીયાની મદદથી મજૂર મેળવી બોકસાઈટ ઉસેડી લીધાનું બહાર આવતા એક કરોડ ઉપરાંતની ખનીજચોરીનો ગુન્હો નોંધાયો હતો.
ઉપરોક્ત કેસ ખંભાળિયાની ખાસ અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી પૈકીના જેસા લાખા ચેતરીયા, રમેશ ગોવિંદ ધોકીયાને તક્સીરવાન ઠરાવી ત્રણ-ત્રણ વર્ષની કેદ અને રૂ.રપ-રપ હજારનો દંડ ફટકાર્યાે છે. જ્યારે મુકેશ પંડયાને દસ વર્ષની સખત કેદ અને રૂ.૫૦ હજારનો દંડ આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial