Advertisement
Author: નોબત સમાચાર

વકફના વિરોધમાં સુપ્રિમ કોર્ટમાં ૧૦ અરજી દાખલઃ ઝડપથી સુનાવણી કરવા થઈ અપીલ

સંસદ પછી હવે સુપ્રિમમાં સટાસટી ?

નવીદિલ્હી તા. ૭: વકફ બિલ મુદ્દે સંસદ પછી સુપ્રિમ કોર્ટમાં ધમસાણની શકયતા છે. આ બિલના વિરોધમાં ૧૦ અરજી દાખલ થઈ છે, અને સીજેઆઈએ બપોરે સંજ્ઞાન લેવાના સંકેતો આપ્યા હોવાનું જાણવા મળે છે.

સુપ્રિમ કોર્ટમાં વક્ફ બોર્ડ સુધારા એક્ટ ૨૦૨૫ વિરૂદ્ધ અત્યારસુધીમાં ૧૦ અપીલ નોંધાઈ છે. તમામ અરજીમાં એક કારણ દર્શાવવામાં આવ્યું છે કે, તે મુસલમાનોની ધાર્મિક સ્વતંત્રતાને છીનવી લેવાનું ષડયંત્ર છે. તમામ અરજીમાં આ કાયદાને ગેરબંધારણીય જાહેર કરવાની માગ થઈ છે.

અરજદારોએ સુપ્રીમ કોર્ટને આ મામલે ઝડપથી સુનાવણી કરવા અપીલ કરી છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા આ કેસને સીજેઆઈ સંજીવ ખન્નાની બેન્ચ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. સીજેઆઈએ કહૃાું કે, અમે બપોરે તમારી મેન્શનિંગ મુદ્દે વિચાર કરીશું.

સુપ્રિમ કોર્ટમાં અત્યારસુધી કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદ, એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન, એસોસિશન ફોર ધ પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ, જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ મૌલાના અરશદ મદની, કેરળની ટોચની મુસ્લિમ સંસ્થા સમસ્થ કેરલ જમિયથુલ ઉલેમા, એસડીપીઆઈ, તૈય્યબ ખાન સલામીન, અંજુમ કાદરી અને ઈન્ડિયન મુસ્લિમ લીગે વક્ફ બોર્ડ સુધારા એક્ટ ૨૦૨૫ વિરૂદ્ધ અરજી કરી છે.

બિહારના કિશનગંજમાંથી કોંગ્રેસ સાંસદ મોહમ્મદ જાવેદ અને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ શુક્રવારે જ વક્ફ  કાયદા વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. જાવેદ વક્ફ સુધારા બિલની સમીક્ષા કરનારી જેપીસીના સભ્ય પણ હતાં. આ બંને નેતાઓએ બિલ પર રાષ્ટ્રપતિની મંજૂરી મળે તે પહેલાં જ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી દીધી હતી. તદુપરાંત શનિવારે આપ ના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન અને એપીએસઆરએ પણ સુપ્રિમ કોર્ટમાં પણ અરજી કરી હતી. જમિયત ઉલેમા-એ-હિન્દ અને ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડેએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી તેને ગેરબંધારણીય જાહેર કરવા માગ કરી હતી. તેમણે કહૃાું કે, આ કાયદો દેશના બંધારણ પર સીધો પ્રહાર છે.

વક્ફ સુધારા એક્ટનો વિપક્ષ સતત વિરોધ કરી રહૃાો છે. આરજેડી, ડીએમકે, કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષોએ આ કાયદાને બંધારણની વિરૂદ્ધ દર્શાવ્યો છે. હવે સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દે ક્યારે સુનાવણી થશે. તે જોવાનું રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh