Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંપનીના એરીયા મેનેજરે કોપીરાઈટ હેઠળ કરી ફરિયાદઃ
જામનગર તા. ૧૪: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર દાતા ગામની ગોળાઈમાં ઠંડાપીણાનું ઉત્પાદન કરતી એક ફેક્ટરીમાં જાણીતી બ્રાંડ દાવતના એરીયા મેનેજર તથા પોલીસે ગઈકાલે ચકાસણી કરતા દાવત બ્રાંડના બે ઠંડાપીણાનું ડુપ્લીકેશન ઝડપાઈ ગયું છે. ફેક્ટરીના સંચાલક સામે કોપીરાઈટ એક્ટ હેઠળ કાર્યવાહી થઈ છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા દાતા ગામની ગોળાઈમાં ઠંડા પીણાનું એક કારખાનુ ધમધમતું હોવાની અને તેમાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં જાણીતા એક સોફ્ટ ડ્રીંક (ઠંડા પીણા)નું ડુપ્લીકેશન કરાતું હોવાની વિગત બહાર આવી હતી. જુનાગઢમાં શાપુર રોડ પર રહેતા અને દાવત નામનું ઠંડુ પીણુ બનાવતી કંપનીના એરીયા મેનેજર દિલીપભાઈ આર. ભટ્ટને તે વિગતો મળી હતી.
દાવત કંપનીના સેલ્સ વિભાગના આ એરીયા મેનેજરે તે વિગતના પગલે દાતા ગામ પાસે આવી ચકાસણી કરતા સામરાજ બેવરેઝીસ નામના કારખાનામાં તેઓની કંપનીના જ લાગતા પરંતુ નકલી એવા ઠંડા પીણાનું ઉત્પાદન કરાતું હોવાનું જણાઈ આવ્યું હતું.
આ અધિકારીએ તે વિગતો ખંભાળિયા પોલીસને આપ્યા પછી ગઈકાલે સાંજે સામરાજ બેવરેઝીસમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ત્યાંથી દાવત કંપનીના ઉત્પાદિત ઠંડા પીણામાંથી લવ એપલ અને માલ્ટી નામના બે પીણાનું ડુપ્લીકેશન મળી આવ્યું હતું. આ કારખાનાના સંચાલક મૂળ લાલપુર તાલુકાના ચારણતુંગી ગામના અને હાલમાં ખંભાળિયામાં કુંભારવાડા પાછળ રહેતા રાજશીભાઈ ફોગાભાઈ કંડોરીયા દ્વારા દાવત બ્રાંડના ઠંડાપીણા જેવા નકલી ઠંડાપીણા બનાવી તેને બજારમાં મુકાતા હોવાનું ખૂલ્યું છે. પોલીસે સ્થળ પરથી ટ્રેડ માર્ક અને લાયસન્સ વગરના સ્ટીકર એક ઓરીજીનલ જેવા જ અક્ષરો, કલર કોમ્બિનેશન સાથેના સ્ટીકર્સ વગેરે કબજે કરી લીધા છે અને એરીયા મેનેજર દિલીપભાઈ ભટ્ટની ફરિયાદ પરથી કોપીરાઈટ એક્ટ કલમ ૬૩, ૬૪ હેઠળ રાજશી સામે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial