Advertisement
Author: નોબત સમાચાર

રવિવારે નિઃશુલ્ક સાર્વજનિક આરોગ્ય તથા બ્લડ ડોનેશન કેમ્પ

જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા

જામનગર તા. ૧૪: શ્રી જામનગર વિસા શ્રીમાળી સોની સમાજ દ્વારા આગામી તા. ૧૬-૬-ર૦ર૪, રવિવારના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી બપોરે ર.૦૦ વાગ્યા સુધી નિષ્ણાત ડોકટર્સના સહકારથી નિઃશુલ્ક સાર્વજનિક આરોગ્ય કેમ્પ તથા બ્લડ ડોનેશકન કેમ્પનું આયોજન 'કસરી બાગ', શ્રી વિસા શ્રીમાળી સોની સમાજની વાડી, દ્વારકાપુરી રોડ, જામનગરમાં કરવામાં આવ્યું છે.

આ સાર્વજનિક આરોગ્ય કેમ્પમાં સામાન્ય રોગો જેવા કે, સ્કિન, આંખ, દાંત, હાડકા, ફિઝિયોથેરાપી વિગેરેના નિષ્ણાંત ડોક્ટરો ચેકઅપ કરી નિદાન-સારવાર અને માર્ગદર્શન આપશે. આ ઉપરાંત ડોક્ટર્સની સૂચના મુજબ હાડકાની ઘનતા, વિટામીન બી-૧ર, બ્લડ સુગર વિગેરેની તપાસ તેમજ જરૃરિયાતમંદ દર્દીને મોતિયાના ઓપરેશન અને બહેનોને સ્તન કેન્સર અંગે જરૃરી અને ખર્ચાળ તેવી મેમોગ્રાફી માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

ઉપરોક્ત કેમ્પ અંગે કોઈપણ પ્રકારની માહિતી માટે કેતનભાઈ સીમેજીયા (મો. ૮ર૦૦૦ ૦૮૬પ૮), ચંદ્રકાન્તભાઈ આડેસરા (સીટી) (મો. ૯૮ર૪ર ૮૩૮પપ), કિરીટભાઈ ચોકસી (મો. ૯૮૯૮૪ ૮૯૧૯૯), નો સંપર્ક કરવા વિસા શ્રીમાળી સોની સમાજના મંત્રી કિશોરભાઈ પાટડિયાએ અનુરોધ કરેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh