Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરમાંથી વર્લીબાજ, દ્વારકામાંથી પત્તાપ્રેમી પકડાયાઃ
જામનગર તા. ૧૪: કલ્યાણપુરના રાવલમાં એક મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર દ્વારકા એલસીબીએ દરોડો પાડી છ પત્તાપ્રેમીને ઝડપી લીધા છે. જ્યારે નગરમાંથી એક વર્લીપ્રેમી અને દ્વારકામાંથી ત્રણ શખ્સ ગંજીપાના કૂટતા પકડાયા છે.
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામમાં ગઈકાલે એલસીબીના મશરીભાઈ, ભરતભાઈ, લાખાભાઈની બાતમીના આધારે એલસીબી સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં આવેલા પરબત રણમલભાઈ મોઢવાડીયાના મકાનમાં તલાશી લેવાતા પરબતને નાલ આપી ગંજીપાના વડે જુગાર રમતા અરભમ વેજા કારાવદરા, રણમલ જીવણભાઈ જામ, કારા માલદેભાઈ હરીયાણી, દેશુર જેસાભાઈ પીંડારીયા, પરબત લખમણભાઈ મોેઢવાડીયા નામના પાંચ શખ્સ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ.૧,૧૧,૬૦૦ રોકડા, છ મોબાઈલ, એક બાઈક, એક મોટર મળી રૂ.૩,૬૭,૧૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે.
જામનગરના ખંભાળિયા નાકા પાસે આવેલી બ્રહ્મક્ષત્રિય સમાજની વાડી પાસે ગઈકાલે સાંજે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખી જુગાર રમાડતા દિવ્યેશ નિલેશભાઈ રૃપડીયા ઉર્ફે ઋત્વિક ખારવા નામના શખ્સને પોલીસે પકડી પાડી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી, બોલપેન તથા રૂ. ૨૩૬૦ રોકડા કબજે લીધા છે.
દ્વારકામાં એસટી બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે રાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ફારૃક સુલેમાન શેખ, શરીફ ઈસ્માઈલખાન નામના બે શખ્સને પોલીસે પકડી લઈ પટમાંથી રૂ.૧૦,૩૮૦ રોકડા, એક મોબાઈલ કબજે લીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial