Advertisement
Author: નોબત સમાચાર

રાજકોટના મ્યુનિસીપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓને ક્યારે પકડશો?: વેધક પ્રશ્ન

મોટા મગરમચ્છોને છાવરતી સરકાર પર શાબ્દિક હંટર

અમદાવાદ તા. ૧૪: રાજકોટ ટીઆરપી કાંડના મુદ્દે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બેન્ચે રાજ્ય સરકારને બરાબરની ઝાટકી નાંખી હોવાના અહેવાલો પછી આ અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર કમસીબોના પરિવારજનોને થોડી રાહત થઈ જ હશે.

અહેવાલો મુજબ આ કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે શાબ્દિક હંટર ફટકારતા તંત્રો, એસઆઈટી અને સરકારની ખૂબ જ કડક શબ્દોમાં ઝાટકણી કાઢી નાંખી હતી.

હાઈકોર્ટે પૂછ્યું કે એસઆઈટીનો રિપોર્ટ આવે તેની રાહ જોયા વગર મોટા માથાઓ સામે પગલાં કેમ લેવાતા નથી. ગેરકાયદે ધમધમતા ટીઆરપી ગેસઝોનમાં ફોટા પડાવનાર ઉચ્ચ અધિકારીઓને કેમ પકડ્યા નથી? પોલીસ કમિશનર અને મ્યુનિ. કમિશનર સહિતના મોટા માથાઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે?

હાઈકોર્ટે ફેક્ટ ફાઈડીંગ કમિટી રચીને તેનો અહેવાલ પખવાડિયામાં રજૂ કરવાનો આદેશ કર્યો અને વિવિધ જાહેર સ્થોળના નિયમિત ચેકીંગ, મોકડ્રીલ તથા ટ્રેનિંગને લઈને પણ કેટલીક સૂચનાઓ આપી હતી.

અદાલતમાં વરિષ્ઠ વકીલોએ રાજ્ય સરકારના હુકમો, જાહેરનામા, અદાલતી હુકમો તથા નિર્દેશોને પણ ઘોળીને પી જતી નિંભર સિસ્ટમ સામે પણ સવાલો ઊઠાવ્યા હતાં. હાઈકોર્ટે મોરબી ઝુલતો પુલ અને હરણી દુર્ઘટના પછી રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં ટોપ ટુ બોટમ જે કોઈ ઉચ્ચ અધિકારી કે મોટા માથાની સંડોવણી હોય, તેની સામે કડક પગલાં લેવા અને ખાસ કરીને તત્કાલિન મ્યુનિ. કમીશનરને મુખ્ય જવાબદાર ગણવાની કરેલી ટકોર પછી ભૂપેન્દ્ર પટેલ સરકાર ફિક્સમાં મૂકાઈ ગઈ હતી તેમ જણાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh